Gandhinagar News/ ગુજરાત સરકારે કરકસરના 11 મુદ્દાની SOP જાહેર કરી, વિદેશ પ્રવાસ, વાહન વપરાશ અને બેઠકો પર કડક નિયંત્રણ

ગુજરાત સરકારે વહીવટી ખર્ચ ઘટાડવા અને ઈંધણ બચત માટે નવી SOP (SOP Cost Cutting) અમલમાં મૂકી છે. અધિકારીઓને ST બસ, રેલવે અને મેટ્રો ઉપયોગ કરવા, વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા સૂચના અપાઈ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
SOP Cost Cutting

Gandhinagar News:વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વહીવટી ખર્ચમાં બચત અને કરકસરના વ્યાપક પગલાં લીધાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સામાન્ય વહિવટ વિભાગ (GAD) દ્વારા 19 મેના રોજ જારી કરવામાં આવેલા પરિપત્રને અનુલક્ષીને તમામ વિભાગોએ 11 મુદ્દાઓની વિગતવાર SOP (SOP Cost Cutting) તૈયાર કરીને અમલીકરણ શરૂ કર્યું છે.બુધવારે મંત્રીપરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને તેમના વિભાગોમાં આ SOP તૈયાર કરીને તેનો ચુસ્ત અને કડક અમલ કરવા સૂચના આપી હતી. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય છે પર્યાવરણ જાળવણી, ઈંધણની બચત અને વહીવટી ખર્ચમાં ઘટાડો.અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય ત્યાં સુધી ખાનગી વાહનોના બદલે ST બસ, રેલ્વે અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા અને રાજ્યકક્ષાના અધિકારીઓ વચ્ચે બેઠકો શક્ય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવી. ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ સહિત તમામ સરકારી અને અર્ધસરકારી કાર્યાલયોમાં આનો અમલ કરવાનો છે.અનિવાર્ય સંજોગો સિવાય વિદેશમાં કે રાજ્ય/જિલ્લાની બહાર યોજાતી તાલિમ, પરિસંવાદ, સેમિનાર અથવા અભ્યાસ પ્રવાસોમાં ભાગ લેવાનું ટાળવું. મુસાફરીને ન્યૂનતમ સ્તરે લાવવી.કોઈપણ ખાતાના વડા પાસે જો જિલ્લા કચેરી સિવાય વધારાના ચાર્જ હોય તો માત્ર મુખ્ય વાહન જ રાખવું. વધારાના વાહનોને વાહન પૂલમાં જમા કરાવવા.

SOP કોસ્ટ કટિંગ (SOP Cost Cutting)

તમામ વિભાગોએ પોતાની કાર્યશૈલી અનુસાર વધારાના કરકસરના પગલાં નક્કી કર્યા છે, જેમાં વીજળી, કાગળ, પાણી અને અન્ય સંસાધનોની બચતના મુદ્દાઓ પણ સામેલ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈંધણ બચત અને કરકસરના (SOP Cost Cutting) અહેવાલને અનુરૂપ ગુજરાત સરકારે આ પહેલ કરી છે. સરકારી સૂત્રો અનુસાર, આ પગલાંથી વહીવટી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સરકારી કાર્યપ્રણાલી વધુ કાર્યક્ષમ બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, “કરકસર એ માત્ર એક અસ્થાયી પગલું નથી, પરંતુ સરકારી વહીવટની સંસ્કૃતિ બનવી જોઈએ.”
આ SOPનો (SOP Cost Cutting) અમલ તમામ સરકારી-અર્ધસરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે લાગુ પડશે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અનિવાર્ય કાર્યોમાં છૂટ આપવામાં આવશે, પરંતુ તેનો દુરુપયોગ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.


આ પણ વાંચો:PM મોદીની અપીલની અસર: CM ભૂપેન્દ્ર પટેલે VIP કાફલો ઘટાડ્યો

આ પણ વાંચો:ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક ટકોર,‘હું જ સિસ્ટમ’નો અહંકાર છોડવા સૂચના

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મતદાન કર્યું