Not Set/ ઇઝરાયલની યુવતીએ હિન્દી ગીત ગાઇને ભારતના વિદેશમંત્રી આશ્ચર્યચક્તિ કર્યા

વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસની ઇઝરાયેલની મુલાકાતે છે. અહીં તે ઈઝરાયેલ સાથે મેડ ઈન ઈન્ડિયા હેઠળ દ્વિપક્ષીય કરાર કરવા આવ્યા છે

Top Stories India

વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસની ઇઝરાયેલની મુલાકાતે છે. અહીં તે ઈઝરાયેલ સાથે મેડ ઈન ઈન્ડિયા હેઠળ દ્વિપક્ષીય કરાર કરવા આવ્યા છે ,તેમના પ્રવાસ દરમિયાન ઇઝરાયલની સ્થાનિક યુવતીએ બોલીવુડના ગીત ગાયા હતા તેથી વિદેશ મંત્રી આશ્ચર્યચક્તિ થઇ ગયા હતાં.

વિદેશ મંત્રી એસ જયશંકર 17 થી 21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે છે.  જયશંકર ઇઝરાયલના વિદેશ મંત્રી યેર લેપિડના આમંત્રણ પર પહોંચ્યા છે. વિદેશ મંત્રી તરીકે જયશંકરની આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે. આ દરમિયાન તેઓ તેમના ઇઝરાયલી સમકક્ષ યાર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

 

 

એસ જયશંકર અને તેમની સાથે આવેલા ભારતીય પ્રતિનિધિમંડળનું ઇઝરાયલમાં વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇઝરાયલની એક દૃષ્ટિહીન યુવતીએ જયશંકરની સામે બે બોલિવૂડ ગીતો (હર ઘડી બદલ રહી હૈ અને તુમ પાસ આયે ) ગાયા હતાં આ દરમિયાન જયશંકર અને તેની આખી ટીમ યુવતીને ધ્યાનથી સાંભળી રહયા હતા.  લોકો એ તાળીઓ વગાડીને યુવતીના ગીતના વખાણ કર્યા  હતા.