Rajasthan News/ વિશ્વમાં સૌથી ગરમ રહ્યું રાજસ્થાનનું શ્રીગંગાનગર, 48.2 ડિગ્રી તાપમાન સાથે ઉત્તર ભારતમાં હીટવેવ

રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ(Hottest Place) નોંધાયું છે. ઉત્તર ભારતમાં સિવિયર હીટવેવ વચ્ચે નાગપુરમાં ગરમીથી 17 લોકોના મોત થયા છે. વાંચો હવામાન અને ચોમાસાનો સંપૂર્ણ અહેવાલ.

Top Stories NATIONAL India
Hottest Place

National Weather Updates 2026: સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી અને કાળઝાળ હીટવેવનો પ્રકોપ યથાવત રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું અને વિશ્વનું સૌથી ગરમ શહેર (Hottest Place)નોંધાયું છે. બીજી તરફ, મહારાષ્ટ્રના નાગપુરમાં ગરમીના કારણે છેલ્લા 3 દિવસમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે, જેમાં બુધવારે રેલવે સ્ટેશન પર જીવ ગુમાવનારા 5 લોકો પણ સામેલ છે. નાગપુરમાં પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો.

દેશના અન્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ

હવામાન વિભાગના નિયમો મુજબ, જ્યારે તાપમાન 45 ડિગ્રીથી વધુ હોય ત્યારે તેને ‘હીટવેવ’ અને 47 ડિગ્રીથી વધુ હોય ત્યારે ‘સિવિયર હીટવેવ’ ગણવામાં આવે છે. આ પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજસ્થાનનું પિલાની 47 ડિગ્રી સાથે બીજું સૌથી ગરમ શહેર રહ્યું છે. દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં પણ પારો 45 થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો હતો. આ સિવાય બિહારમાં વાવાઝોડાના કારણે થયેલા અકસ્માતોમાં મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો છે.

ચોમાસાના આગમનને લઈને મોટું અપડેટ(Hottest Place)

ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબ સાગર, લક્ષદ્વીપ(Hottest Place) અને બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. IMD એ અગાઉ 26 May ના રોજ કેરળમાં ચોમાસાના આગમનનો અંદાજ મૂક્યો હતો, પરંતુ તે નિર્ધારિત સમયે પહોંચ્યું નથી. જો કે, આ અંદાજમાં 4 દિવસ વહેલા કે મોડા થવાની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરાઈ હતી. સામાન્ય રીતે ભારતમાં 1 June ની આસપાસ કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે.


આ પણ વાંચો :ઉત્તર ભારતમાં ગરમીથી મળશે રાહત, 29 મેથી વરસાદ, આંધી સહિત તાપમાનમાં ઘટાડાની આગાહી

આ પણ વાંચો:દિલ્હીમાં 14 વર્ષ બાદ મે મહિનાની સૌથી ગરમ રાત, 29 મે સુધી હીટવેવનું યલો એલર્ટ

આ પણ વાંચો :દેશમાં ગરમીનો કહેર, દિલ્હીમાં 45°C પાર, અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ