નેપાળમાં બે વખત વડાપ્રધાન પદ પર રહી ચુકેલા વરિષ્ઠ નેતા તુલસી ગિરીનું મંગળવારે નિધન થયું હતું. તુલસીના પરિવારે કહ્યું કે ૯૩ વર્ષના તુલસી લીવરના કેન્સર સામે લાંબા સમયથી લડી રહ્યા હતા.

ગિરીના નિધન પર વડાપ્રધાન કેપી શર્માએ ઓલીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું પૂર્વ વડાપ્રધાન તુલસી ગિરીના નિધનના સમાચાર સાંભળીને ઘણો દુઃખી છુ. તેમના પરિવાર અને મિત્રો માટે હું સવેદના વ્યક્ત કરું છુ.

થોડા સમય પહેલા જ તુલસીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
વર્ષ ૧૯૨૬માં જન્મેલા ગિરીએ તેમના રાજનીતિક જીવનની શરૂઆત નેપાળી કોંગ્રેસ પાર્ટીથી કરી હતી. તેઓ પાર્ટીમાં મહાસચિવના પદ સુધી પહોચી ગયા હતા.
ગિરી ૧૯૭૫ અને ૧૯૭૭માં કિંગ બીરેન્દ્ર અને વિક્રમ શાહના શાસનકાળ દરમ્યાન પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. ૧૯૯૦માં તેઓ નેપાળ છોડીને શ્રીલંકા આવ્યા રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૫માં તેઓ નેપાળ પરત આવ્યા હતા.
