વિશ્વમાં કોરોના વાયરસનાં છ મહિના પૂરા થવાની સાથે, દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. વર્લ્ડો મીટર અનુસાર મોડી રાતથી કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1 કરોડથી પણ વધારે થઇ ગઈ છે. જણાવી દઇએ કે, ઉનાળામાં વાયરસ નબળા થવાના તમામ અંદાજો ખોટા સાબિત થયા છે અને જૂનમાં દરરોજ 1.25 લાખથી વધુ દર્દીઓ સામે આવ્યા છે.
બે તૃતીયાંશ કરતાં વધુ એટલે કે 67% કોરોના દર્દીઓ, ફક્ત મે અને જૂનમાં દેખાયા હતા. મે માં સરેરાશ દરરોજ એક લાખ દર્દીઓ અને જૂનમાં દરરોજ 1 લાખ 35 હજાર દર્દીઓ દરરોજ મળી રહ્યા છે. વળી એપ્રિલ-મે-જૂનમાં 90% કોરોના કેસ નોંધાયા છે.
માર્ચમાં, કોરોનાએ 1 લાખ 90 હજારથી વધુ લોકોનો જીવ લીધો હતો. તે સમયે, ઇટાલી, ફ્રાન્સ, સ્પેઇનમાં રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેણે અમેરિકામાં તાડંવ શરૂ કરી દીધુ હતુ. મે-જૂનમાં કેસોમાં વધારો થયો છે, પરંતુ તેમાંના 60% થી વધુ દર્દીઓ લક્ષણો વગરનાં છે, ત્યારે મૃત્યુ આંક પર અમુક અંશે ઘટાડો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
