પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના ભાષણમાં ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે તેઓ હસીનું પાત્ર બની જાય છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયાનાં યુગમાં, કોઈપણ ભાષણ અને સંબોધન દરમ્યાન, એક શબ્દની ભૂલ પણ ઘણા લોકો માટે ભારે બની જાય છે. સોશિયલ મીડિયા આવા વીડિયોથી ભરેલું છે. વળી, આજનો વીડિયો આપણા પડોશી દેશનાં વડાપ્રધાન સાથે સંબંધિત છે, જેને જોયા પછી તમે પણ હસવાથી પોતાને રોકી શકશો નહી, કારણ કે આ મામલો જ કઇંક એવો છે.
I came here to inaugurate, but what ?? Let me read behind. 😂😂 Prime Moron of Pakistan pic.twitter.com/QliZcUYXhk
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 10, 2021
આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી
વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ બાબત ઉદ્ઘાટન પ્રસંગ સાથે સંબંધિત છે. વડાપ્રધાન ઈમરાન ખાન જેનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા તેનું નામ ભૂલી ગયા હતા. હવે આ વાયરલ વીડિયોને અમિત કુમાર નામનાં યુઝરે રમુજી કેપ્શન સાથે શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, I came here to inaugurate, but what ?? Let me read behind… આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો પર જુદી જુદી રીતે કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું કે, “Yeh PM ki haalat hai… inki aawam pe taras aata hai”. જ્યારે અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર રમૂજી ટિપ્પણી કરી રહ્યા છે.
Hain? pic.twitter.com/hAtTPeyYLg
— Naila Inayat (@nailainayat) March 4, 2021
આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો
આ પહેલા પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના દેશ પાકિસ્તાનને સંબોધી રહ્યા હતા અને તેઓ વિપક્ષ પર ટિપ્પણી કરી રહ્યા હતા. તે પછી જે થયું તે ખૂબ જ રમુજી હતું. આ વીડિયોમાં તેઓ ભાષણ દરમ્યાન પોતાની શબ્દોની રેખા ભૂલી ગયા હતા. આ પછી છે થયું તેની કલ્પના પણ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને સ્વપ્નમાં કરી ન હોતી. આ બંને વીડિયોને લઇને હવે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
