Not Set/ યમન દેશના હુતી જૂથનો વિદ્રોહ, સાઉદી અરબમાં અનેક સ્થળો પર હુમલો

સાઉદી અરબમાં સંખ્યાબંધ સ્થળોએ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે..  સાઉદીની સામે પડેલા યમન દેશના હુતી જૂથના વિદ્રોહીઓ અને સાઉદી અરબ વચ્ચ દુશ્મનાવટ છે.

World
સાઉદી અરબમાં

સાઉદી અરબમાં બે જુથ આમને સામને આવી ગયા છે. સાઉદીની સામે પડેલા યમન દેશની હુતી જુથ વિદ્રોહીઓ અને સાઉદી અરબ વચ્ચે દુશ્મનાવટ  જોવા મળી જેને લઈને સાઉદી અરબમાં સંખ્યાબંધ સ્થળોએ ડ્રોન હુમલા થયા છે. કેવી છે સ્થિતિ હવે સાઉદી અરબની આવો જાણીએ…

આ પણ વાંચો :એમેઝોને સામાન વેચે છે કે કરેછે સામાન્ય લોકોની જાસૂસી!

સાઉદી અરબમાં સંખ્યાબંધ સ્થળોએ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે..  સાઉદીની સામે પડેલા યમન દેશના હુતી જૂથના વિદ્રોહીઓ અને સાઉદી અરબ વચ્ચ દુશ્મનાવટ છે.આ જૂથે દાવો કર્યો છે કે, સાઉદીના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.જેમાં સાઉદીની અરામકો રિફાઈનરી, જેદ્દાહના કિંગ અબ્દુલ્લાહ એરપોર્ટ તેમજ અબહા એરપોર્ટનો સમાવેશ થાય છે.

ડ્રોન હુમલા માટે 14 ડ્રોનનો ઉપયોગ કરાયો હતો અને દરેક ડ્રોનને બોમ્બ વડે સજ્જ કરાયા હતા. હુતી વિદ્રોહીઓના કહેવા પ્રમાણે સાઉદી અરબના જિજૈન અને નજરાન શહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.સાઉદી અરબની સેના યમનમાં હુતી જુથ પર હવાઈ હુમલા કરી રહી હતી અને તેના જવાબમાં અમે ડ્રોન હુમલા કર્યા છે.

આ પણ વાંચો : નેપાળમાં જાનૈયાઓનો ગમખ્વાર અકસ્માત 5 લોકોનાં મોત,2 ઇજાગ્રસ્ત

બીજી તરફ સાઉદી અરબની સેનાનુ કહેવુ છે કે, હુતી વિદ્રોહીઓના યમનમાં આવેલા સના, મારિબ તેમજ સાદા શહેરમાં 13 મિલિટરી બેઝને ખતમ કરી દેવાયા છે.જેની સાથે હથિયાર ડેપો તેમજ એર ડિફેન્સ સિસ્ટમનો પણ ખાતમો બોલાવાયો છે.યમનના મારિબ પ્રાંત પર કબ્જો કરવા માટે ફેબ્રુઆરીથી હુતી સંગઠન હુમલો કરી રહ્યુ છે.જ્યારે સાઉદી અરબ યમનની સરકારનો સાથ આપી રહ્યુ છે.જેના પગલે હુતી સંગઠન અને સાઉદી અરબ વચ્ચે પણ લડાઈ ચાલી રહી છે.

આ પણ વાંચો :અબ્રાહમિક ધર્મ શું છે અને શા માટે તે આ દિવસોમાં ચર્ચામાં છે

આ પણ વાંચો :પાકિસ્તાનમાં 11 વર્ષના હિંદુ કિશોરની યૌન શોષણ બાદ હત્યા

આ પણ વાંચો : આ હાઈવે પર અચાનક થવા લાગ્યો નોટોનો વરસાદ, જુઓ Video