Not Set/ અસલી સાધુનું નકલી નોટ કૌભાંડ/ સ્વામી અને તેમના સાથીદારો પર ક્રાઈમ બ્રાંચની બાજ નજર

સંતની આડમાં ઠગતો રહ્યો ભક્તોને મંદીરને બનાવ્યું નકલી નોટ છાપવાનું કારખાનું આમ તો ભારતમાં સાધુ સંતો પર ભારતીયો વધુ વિશ્વાસ મુકે છે. અને સંતોમાં આસ્થા પણ ધારાવે છે. પરંતુ ઉપરથી ભગવા વેશ ધારણ કરનારા આ સંતો અંદરથી કેટલાક નફ્ફટ હોય છે. એવા ઘણા ઉદાહરણો સામે આવ્યા છે. એ આસારામ હોય ,કે બાબારામ રહિમ હોય કે […]

Top Stories Gujarat Surat

સંતની આડમાં ઠગતો રહ્યો ભક્તોને

મંદીરને બનાવ્યું નકલી નોટ છાપવાનું કારખાનું

આમ તો ભારતમાં સાધુ સંતો પર ભારતીયો વધુ વિશ્વાસ મુકે છે. અને સંતોમાં આસ્થા પણ ધારાવે છે. પરંતુ ઉપરથી ભગવા વેશ ધારણ કરનારા આ સંતો અંદરથી કેટલાક નફ્ફટ હોય છે. એવા ઘણા ઉદાહરણો સામે આવ્યા છે. એ આસારામ હોય ,કે બાબારામ રહિમ હોય કે હાલમાં ચર્ચામાં ચાલી રહેલા સ્વામી નિત્યાનંદ અને રાધારમણ હોય….

આવા સંતોના કારણે હવે સંત મહાત્માઓ પર લોકોનો વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. હાલમાં જ નકલી નોટો છાપવાના કેસમાં ઝડપાયેલા રાધારમણ સ્વામીના કેસમાં નવા વંળાક જોવા મળી રહ્યો છે. રાધારમણ નકલી નોટના સ્કેમ સાથે જમીનના વિવાદમાં પણ સામેલ છે.

રાધારમણ સ્વામીનો નોટ કૌભાંડ

સ્વામી પર  કરોડોની જમીન પચાવી પાડવાનો પણ આરોપ

દાનમાં લીધેલી જમીનનો કર્યો ખાનગી ઉપયોગ

દાનની જમીન પર બનાવી દુકાનો અને તબેલા

જમીનનો દસ્તાવેજ કર્યા વગર જ બાંધી દીધો આશ્રમ

નકલી નોટોનાં કારોબારનાં મુખ્ય સુત્રધાર રાધારમણ સ્વામીએ અંબાવ ગામમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલામાં મળતી માહિતી પ્રમાણે રાધારમણ સ્વામીએ મંદિરનાં નામે દાનમાં લીધેલી જમીન વડતાલ હેઠળ સમાવવાને બદલે ખાનગી માલિકી હસ્તક કબજામાં લઇને તેની પર દુકાનો અને તબેલા બનાવી દીધા હતાં. જે બાદ તેને આશ્રમમાં ખપાવવામાં આવ્યાં હતાં. રાધારમણ સ્વામી આશ્રમમાં સગીર વયના છોકરાઓને રાખતા હતા અને ભણાવવાના બહાને મહારાષ્ટ્રથી પણ છોકરાઓ લઇ આવ્યા હતા. આ આશ્રમમાં પ્રવેશ મેળવવા માટે કોઇ સત્સંગીની ઓળખાણ હોય તો જ પ્રવેશ મળતો હતો.

રાધારમણ સ્વામીનાં શિષ્ય પ્રેમનંદન સ્વામીએ તે જ જગ્યામાં ખેતી અને ગાયો રાખીને દૂધનું વેચાણ પણ કરતા હતાં. જેના કારણે ગામલોકો, હરિભક્તો અને જેની જમીન છે તેનાં માલિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ અંગે મકાન માલિકે વડતાલ મંદિર ટ્રસ્ટમાં પણ વાત કરી હતી. આ મામલામાં તપાસ માટે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી સહિતની એજન્સીઓ સુરત ક્રાઇમબ્રાંચની ઓફિસે આવી હતી. રાધારમણ સ્વામી, માસ્ટર માઇન્ડ પ્રવિણ ચોપડા સહિત પાંચેયની લગભગ 3 થી 4 કલાક સુધી એજન્સીઓએ પૂછપરછ કરી હતી. જેમાં ડુપ્લીકેટ નોટો કયાં કયાં સપ્લાય કરી તે અંગેની સઘન પૂછપરછ કરી હતી. તેમના ઉપરાંત આ કેસમાં અન્ય કોઇની પણ સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરી હતી.

સ્વામી અને તેમના સાથીદારો પર ક્રાઈમ બ્રાંચની બાજ નજર

 સુરત ક્રાઇમ બ્રાંચની તપાસ ચાલુ

 રાધારમણ સ્વામી અને તેમના મિત્રો પોલીસ રિમાન્ડ પર

સુરત ક્રાઇમ બ્રાંચ પણ સ્વામી અને પ્રવિણ ચોપડાનાં ઈન્ટરનેશનલ કનેકશન છે કે નહીં તે અંગે પણ સ્વામિ અને પ્રવિણ સહિત તમામની કોલ ડિટેઇલ્સના આધારે તપાસ કરી હતી.. ક્રાઇમબ્રાંચની એક ટીમ સ્વામી રાધારમણનાં મિત્રને લઈને તેના ઘરે અંકલેશ્વર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં જઈ તપાસ કરી હતી. ડુપ્લીકેટ નોટ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવિણ ચોપડા, તેનો પુત્ર કાળુ, મિત્ર મોહન વાઘુરડે, પ્રતિક ચોડવડીયા અને રાધારમણ સ્વામીની હાલમાં પોલીસ રિમાન્ડ પર છે.

આ કેસમાં પ્રવિણનો અન્ય પુત્ર પ્રદીપ પ્રવિણ ચોપડાને શોધવા માટે પણ ક્રાઇમબ્રાંચની ટીમ કામે લાગી છે. નજીકનાં દિવસોમાં તે પણ પકડાય શકે તેવી શકયતા છે. મહત્વનું છે કે, ડુપ્લીકેટ નોટો સાધુ રાધારમણ સ્વામીના રૂમમાં છપાતી હતી. જેમાં પ્રદીપ ચોપડા ટેક્નોલોજીમાં માહિર હતો. જયારે નોટોનું કર્ટીગ કાળુ ચોપડા કરતો હતો. નોટોનું કામ કરતા ત્યારે સ્વામી રાધારમણ રૂમની બહાર વોચ રાખતો હતો.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યુઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.