નાણા પ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કેટલીક ઘોષણા કરી આર્થિક સુધારણા તરફ પ્રયાણ કર્યું હતું, જેના લીધે, માત્ર ઉદ્યોગપતિઓના ચહેરા જ ખીલ્યા ન હતા, પરંતુ શેરબજારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
ઇકોનોમીના મોરચે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારને ઘણા આંચકનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ શુક્રવારે આર્થિક સુધારા તરફ આગળ વધતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેટલીક ઘોષણા કરી, જેનાથી માત્ર ઉદ્યોગપતિઓના ચહેરા જ ખીલે નહીં, પરંતુ શેરબજારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો આતો. નાણાં પ્રધાનની ઘોષણા સાથે શેરબજારમાં 1700 પોઇન્ટથી વધુનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારા સાથે રૂપિયામાં મજબૂતી આવી હતી.
શેરબજારમાં ઐતિહાસિક તેજી
શુક્રવારે નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી, કેપિટોલ ગેઇનમાંથી સરચાર્જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ પછી, સેન્સેક્સમાં વેગ મળ્યો, સેન્સેક્સ વધીને 1900 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ બપોરે 12 વાગ્યા સુધીમાં 37,900 પોઇન્ટ પર પહોંચી ગયો હતો.
નિફ્ટીએ પણ ઇતિહાસ રચ્યો
શુક્રવારે નાણાં પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ બાદ નિફ્ટીમાં પણ તેજી જોવા મળી. નિફ્ટી બપોરના 12 વાગ્યા સુધીમાં 517 પોઇન્ટ વધ્યો હતો.એક જ દિવસે છેલ્લા એક દાયકામાં નિફ્ટી પ્રથમ વખત એટલો ઉંચો રહ્યો છે. એટલે કે, નિફ્ટીની માર્કેટ કેપ 2.5 લાખ કરોડ સુધીની રકમને સ્પર્શી ગઈ છે.
રૂપિયામાં પણ વધારો થયો
કેન્દ્ર સરકારને અર્થવ્યવસ્થાના પ્રશ્નો પર સતત ખરાબ સમાચાર મળી રહ્યા હતા. ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત પણ સતત ઘટી રહી હતી. પરંતુ શુક્રવારે અંહી પણ રાહત મળી હતી. શુક્રવારે બપોરે 12 વાગ્યે ડોલર સામે રૂપિયો 0.66 પૈસા વધીને 70.68 પર પહોંચી ગયો. જે સરકાર માટે મોટી રાહત છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારામણે પણ આ સમયગાળા દરમિયાન અન્ય ઘણા મોટા નિર્ણયો લેવાની જાહેરાત કરી હતી. જેમાં રોકાણ કરનારી કંપનીઓ માટે 15 ટકા ટેક્સ, મેન્યુફેક્ચરીંગ કંપનીઓ માટેના ટેક્સમાં કાપનો સમાવેશ થાય છે.
નાણાં પ્રધાનની ઘોષણાને ફિક્કીએ પણ આવકારી છે. ફિક્કીના પ્રમુખ સંદીપ સોમાનીએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી આની માંગ કરી રહ્યા છીએ, પરંતુ હવે સરકારે આ નિર્ણય લીધો છે જે આવકાર્ય છે. આ હાલની આર્થિક મંદી દૂર કરવામાં મદદ કરશે.
નિર્મલા સીતારામણે જાહેર કરેલી મોટી ઘોષણા :
– મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રોકાણ કરનારી કંપનીઓ પર 15% ટેક્સ લાગશે
– મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટાડવામાં આવશે
– આવકવેરા કોઈપણ મુક્તિ વિના 22 ટકા રહેશે.
– આ ઘોષણા પછી સરકારને 1.45 લાખ કરોડની આવકનું નુકસાન થશે
– શેર બાયબેક પર 20 ટકાનો વધારો કર નહીં કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
