Not Set/ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ બન્યા ડબ્લ્યુ. વિ. રમણ

ભૂતપૂર્વ ઇન્ડિયન ઓપનર વુર્કેરી વેણકાન્ત રમણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ બન્યા છે. BCCI એ મુંબઈમાં એમનાં નિવેદનમાં જણાવ્યું કે 53 વર્ષીય રમણની પસંદગી એડ-હોક કમિટીની ભલામણનાં આધારે કરવામાં આવી છે. આ એડ-હોક કમિટીમાં કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાન્થા રંગનસ્વામી હતા. રમણ 28 ઉમેદવારોની અરજીમાંથી આ પોસ્ટ માટે પસંદગી પામ્યા છે. રમેશ પવારની […]

Top Stories India

ભૂતપૂર્વ ઇન્ડિયન ઓપનર વુર્કેરી વેણકાન્ત રમણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ બન્યા છે. BCCI એ મુંબઈમાં એમનાં નિવેદનમાં જણાવ્યું કે 53 વર્ષીય રમણની પસંદગી એડ-હોક કમિટીની ભલામણનાં આધારે કરવામાં આવી છે.

આ એડ-હોક કમિટીમાં કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાન્થા રંગનસ્વામી હતા. રમણ 28 ઉમેદવારોની અરજીમાંથી આ પોસ્ટ માટે પસંદગી પામ્યા છે. રમેશ પવારની જગ્યા હવે રમણ લેશે. ગેરી ક્રિસ્ટન, રમણ અને વેંકટેશ વચ્ચે આ પદ માટે હરીફાઈ હતી.

મહિલા ટીમનાં કોચ તરીકે પસંદગી પામેલાં રમણને હવે આ જોબ સ્વીકારવા માટે બંગાળ રણજી ટ્રોફી ટીમનાં કોચ તરીકેની જોબ છોડી દેવી પડશે. રમણને ઘણો અનુભવ છે કારણકે તેઓ અન્ડર 19 ટીમનાં તમિલનાડુ અને ભારતની ટીમનાં કોચ રહી ચુક્યા છે.

ડબ્લ્યુ વિ રમણ 11 ટેસ્ટ મેચ અને 27 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં ભારત ક્રિકેટ ટીમ તરફથી રમી ચુક્યા છે.

મહિલા ટીમનાં કોચ તરીકેને પહેલો કાર્યભાર આવતાં મહિને થનારી ન્યુઝીલેન્ડ ટુર સાથે શરુ થશે.