Not Set/ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનાં ગૌતમ પર ગંભીર આરોપ, મળ્યો વળતો જવાબ

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉંડર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર વિવાદને જન્મ આપ્યો છે. તાજતરમાં તે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ગેમ ચેંજર’ ને લઇને સતત વિવાદોમાં આવી રહ્યા છે. આ વખતે તે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પર પોતાની કોમેટ્સને લઇને ચર્ચામાં છે. આફ્રિદીએ ગંભીર પર તેના વ્યવહારોને લઇને સવાલ ઉઠાવ્યો છે. જેના જવાબમાં ગૌતમ ગંભીરે પણ પ્રતિક્રિયા આપતા શાહિદને […]

Top Stories Sports

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉંડર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર વિવાદને જન્મ આપ્યો છે. તાજતરમાં તે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ગેમ ચેંજર’ ને લઇને સતત વિવાદોમાં આવી રહ્યા છે. આ વખતે તે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પર પોતાની કોમેટ્સને લઇને ચર્ચામાં છે. આફ્રિદીએ ગંભીર પર તેના વ્યવહારોને લઇને સવાલ ઉઠાવ્યો છે. જેના જવાબમાં ગૌતમ ગંભીરે પણ પ્રતિક્રિયા આપતા શાહિદને ભારત સારવાર માટે આવવાની સલાહ આપી દીધી છે.

શાહિદ આફ્રિદીએ પોતાની ઓટોબાયોગ્રાફી ‘ગેમ ચેંજર’માં ગૌતમ ગંભીરને લઇને કરેલી કોમેન્ટ ચર્ચાનો વિષય બની છે. જેનો જવાબ આપતા ગૌતમ ગંભીરે તેના ટ્વીટર એકાઉંન્ટમાં લખ્યુ, ‘તમે રમૂજી માણસ છો!! કોઇ નહી, અમે આજે પણ પાકિસ્તાની લોકોને સારવાર માટે વીઝા આપીએ છીએ. હુ ખુદ તમને મનોચિકિત્સકની પાસે લઇને જઇશ.’ આપને જણાવી દઇએ કે, ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદીની મેદાનમાં ઘણીવાર તુ તુ મે મે થઇ ચુકી છે.

આફ્રિદીએ તેની ઓટોબાયોગ્રાફીમાં શું લખ્યુ

આફ્રિદીએ તેની ઓટોબાયોગ્રાફીમાં લખ્યુ કે, ‘ઘણી દુશ્મનાવટ વ્યક્તિગત હતી, ઘણી પ્રોફેશનલ. પરંતુ ગંભીરનો અલગ જ કેસ હતો. બહુ જ ખરાબ ગૌતમ. તે અને તેના એટીટ્યૂડની સમસ્યા. તે(ગૌતમ ગંભીર) જેનુ કોઇ વ્યક્તિત્વ નહતુ. તે એક એવો ક્રિકેટર હતો, જે ક્રિકેટમાં ફીટ ન હતો. તે જેના નામ ક્રિકેટનાં સારા રેકોર્ડ્સ સુધી નથી, બસ તેની અંદર ઘણો એટીટ્યૂડ ભરેલો છે.

આફ્રિદીએ વધુમાં કહ્યુ કે, તેના જેવા માણસને કરાચીમાં સડીયલ બોલાય છે. મને હસત અને સકારાત્મક લોકો પસંદ છે. તેનો કોઇ અર્થ નથી કે ભલે તે આક્રમક અને વિરોધી હોય. પરંતુ તમારે પોઝીટીવ હોવુ જોઇએ, જે ગંભીરમાં નહતુ.