જમ્મુના એક ઘરમાં 6 લોકોના મોત થયા છે. મામલો જમ્મુના સિરડા વિસ્તારનો છે જ્યાં એક જ પરિવારના 6 લોકો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. આ સમાચાર બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ લોકોનું મોત કેવી રીતે થયું. હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
જણાવી દઈએ કે આજે કાશ્મીરી પંડિતો જમ્મુમાં ટાર્ગેટ કિલિંગને લઈને વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. કાશ્મીરમાં આતંકવાદીઓ સતત કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી રહ્યા છે. આ સ્વતંત્રતા દિવસ પર, ખીણમાં નીકળેલી ત્રિરંગા યાત્રાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓ દ્વારા ગઈકાલે બે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ કાશ્મીરી પંડિતોમાં ગુસ્સો છે, જેનો તેઓ આજે વિરોધ કરવા જઈ રહ્યા છે.
Six members of a family found dead at their residence in Sidra area of Jammu. Details awaited: J&K Police
— ANI (@ANI) August 17, 2022
છેલ્લા 4 મહિનામાં આતંકવાદીઓએ ખાસ કરીને ઘાટીમાં કાશ્મીરી પંડિતો અને નાગરિકોને નિશાન બનાવ્યા છે. ટાર્ગેટ કિલિંગમાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિત સુનીલના ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સિવાય રાજ્યપાલ મનોજ સિન્હા હુમલામાં ઘાયલ પીતામ્બરનાથની હાલત જાણવા આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ પણ વાંચો:અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘુ થયું, જાણો નવા ભાવ
