Not Set/ આ 5 સ્ટાર જેણે 2018માં કર્યું ધમાકેદાર ફિલ્મ ડેબ્યુ

મુંબઇ, 2018નું સાલ પતવાને હવે અઠવાડિયુ બાકી રહ્યું છે ત્યારે આ વર્ષે કેટલાંક સ્ટારે ધમાકેદાર ડેબ્યુ કર્યું છે.સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને શ્રીદેવીની દીકરી જહાનવી કપૂર જેવા સ્ટાર કીડ્સથી લઇને ટીવી સ્ટાર મૌની રોયે મોટા પડદે ઓપનીંગ કર્યું હતું.અહીં અમે 2018માં ફિલ્મોની શરૂઆત કરનાર સ્ટાર એવા સ્ટાર વિશે જણાવીશું જેમણે પોતાની આગવી ઓળખ […]

Uncategorized
bee આ 5 સ્ટાર જેણે 2018માં કર્યું ધમાકેદાર ફિલ્મ ડેબ્યુ

મુંબઇ,

2018નું સાલ પતવાને હવે અઠવાડિયુ બાકી રહ્યું છે ત્યારે આ વર્ષે કેટલાંક સ્ટારે ધમાકેદાર ડેબ્યુ કર્યું છે.સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને શ્રીદેવીની દીકરી જહાનવી કપૂર જેવા સ્ટાર કીડ્સથી લઇને ટીવી સ્ટાર મૌની રોયે મોટા પડદે ઓપનીંગ કર્યું હતું.અહીં અમે 2018માં ફિલ્મોની શરૂઆત કરનાર સ્ટાર એવા સ્ટાર વિશે જણાવીશું જેમણે પોતાની આગવી ઓળખ બોલિવૂડમાં ડેબ્યૂ યરમાં જ બનાવી લીધી છે.

Image result for sara ali khan

1.સારા અલી ખાન

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની 23 વર્ષીય દીકરી સારા અલીની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ હતી.હવે સારાની સિમ્બા રીલીઝ થઇ રહી છે.કેદારનાથ ફિલ્મ ડિસેમ્બરમાં રીલિઝ થઈ હતી જેમાં સારાની એક્ટીંગના વખાણ થયા છે.ફિલ્મના ક્રીટીક્સ માને છે કે સારાનું ભાવિ સારૂ છે.કેદારનાથમાં સારાની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. ધાર્મિક વિવાદો છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને ક્રિટિક્ટે સારાની એક્ટિંગના પણ વખાણ કર્યા હતા. સારાની અપકમિંગ ફિલ્મ ‘સિમ્બા’ છે. આ ફિલ્મ 28 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સારાની સાથે રણવીર સિંહ જોવા મળશે.

Related image

2.જ્હાનવી કપૂર

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવી જેમનું આ વર્ષે જ નિધન થયું હતું તેમની તથા બોની કપૂરની દીકરી જાહન્વીએ 20 જૂન 2018ના રીલિઝ થયેલી ફિલ્મ‘ધડક’થકી ડેબ્યૂ કર્યું હતું.મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક ધડકે બોક્સ ઓફિસ પર પણ સારો બીઝનેસ કર્યો હતો.જહાનવીએ તેની ફિલ્મ પ્રમાણે પરિપક્વ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ન્યૂકમર એક્ટર ઈશાન ખટ્ટર હતો. આ ફિલ્મને કરન જોહરે પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં જાહન્વી માસુમતા અને એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ વર્લ્ડવાઈડ 100 કરોડથી વધુની કમાણી કરી હતી. જહાનવી કપૂર કરન જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે.

Image result for ishaan khattar

3.ઈશાન ખટ્ટર

જાણીતા એક્ટર શાહિદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર 2005માં સિલ્વર સ્ક્રિન પર પ્રથમવાર જોવા મળ્યો હતો. ત્યારે તેણે બાળ કલાકાર તરીકે ‘વાહ લાઈફ હો તો ઐસી’માં કામ કર્યું હતું. જોકે યુવાન થયા બાદ તે પ્રથમવાર ‘બિયોન્ડ ધ ક્લાઉડ’માં જોવા મળ્યો. જો કે ઇશાનનું ગ્રાન્ડ ડેબ્યુ ધડક જ કહી શકાય. ઇશાન ખટ્ટરે પોતાની ડેબ્યુ ફિલ્મ માટે ૧૨ દિવસમાં 8 કિલો વજન ઉતાર્યું હતું.ધડકની સફળતા પછી ઇશાનની ગાડી નીકળી તો ગઇ છે. આ ફિલ્મમાં ઈશાન અને જાહન્વીની જોડીની ઘણી પ્રશંસા થઈ હતી.

Image result for mouni roy

4.મૌની રોય

ટીવીની નાગિન તરીકે જાણીતી મૌની રૉય માટે 2018નું વર્ષ હીટ રહ્યું હતું.મૌનીએ 2007માં એકતા કપૂરના ટીવી શો ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ થકી પોતાના એક્ટિંગ કરિયરનો પ્રારંભ કર્યો હતો.આ વર્ષે આવેલા ટીવીના ફેમસ શો‘નાગિન’ માં તે છવાઇ ગઇ હતી.મૌનીને તેની ડેબ્યુ ફિલ્મ જ મોટા બેનરની મળી હતી.મૌનીએ રીમા કાગતીની ફિલ્મ ‘ગોલ્ડ’ થકી ડેબ્યૂ કર્યું હતું. તેની સાથે એક્ટર અક્ષય કુમાર હતો. હોકી પર આધારિત આ ફિલ્મમાં મૌની રૉયનો રોલ નાનો હતો પરંતુ તેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી.ગોલ્ડ કર્યા પછી મૌનીને બીજી પણ ફિલ્મોની ઓફર થઇ છે.

Image result for radhika madan

5.રાધિકા મદન

મેરી આશિકી તુમ સે હૈ’નામના ટીવી શો થકી એક્ટિંગનો પ્રારંભ કરનારી રાધિકા મદન પ્રથમવાર ‘પટાખા’ ફિલ્મમાં જોવા મળી હતી. જાણીતા સંગીતકાર વિશાલ ભારદ્વાજના ડિરેક્શન અને પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ આમ તો બોક્સ ઓફિસ પર બહુ ચાલી નહોતી પરંતું રાધિકાનો રોલ વખણાયો હતો. આ ફિલ્મમાં બે બહેનોની વાર્તા દેખાડવામાં આવી હતી, જે એકબીજા સાથે લડતી રહે છે. ફિલ્મ ક્રિટિક્સે રાધિકાની એક્ટિંગને એવરેજથી વધુ આંકી હતી. રાધિકા હવે ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ છે.