Not Set/ સુરત: નાયબ કલેકટરની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરતી મહિલાની ધરપકડ

સુરત, સુરતના અડાજણમાં એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા કલેકટર હોવાનું જણાવી ભાડા કરારમાં નાયબ કલેકટરની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરી હતી. જો કે આ મહિલાએ એક યુવના પાસેથી ૩૬ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, પાલનપુર પાટિયા પાસે રહેતા સંજય કુમાર નામના યુવકે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. […]

Top Stories Gujarat Surat Videos
mantavya 328 સુરત: નાયબ કલેકટરની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરતી મહિલાની ધરપકડ

સુરત,

સુરતના અડાજણમાં એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા કલેકટર હોવાનું જણાવી ભાડા કરારમાં નાયબ કલેકટરની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરી હતી. જો કે આ મહિલાએ એક યુવના પાસેથી ૩૬ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, પાલનપુર પાટિયા પાસે રહેતા સંજય કુમાર નામના યુવકે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, નેહાબેન પટેલે નામની મહિલા તેમના સંપર્કમાં આવ્યા હતા અને આ મહિલાએ તેઓનું મકાન ભાડા પર લીધું હતું.

બાદમાં મહિલાએ પોતે કલેકટર હોવાનું જણાવી વેપારીની મત્સ્ય ઉધોગની ફાઈલ કલેકટર ઓફીસમાં છે અને તે ફાઈલનું કામ પણ કરાવી આપવાની બાહેધરી આપી હતી. એટલું જ નહિ જેના બદલામાં મહિલાએ ટુકડે ટુકડે ૩૨.૪૦ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

બાદમાં મહિલા મકાન ખાલી કરી ચાર મહિનાનું ભાડું પણ ૪.૩૨ લાખ રૂપિયા ચુકવ્યું ન હતું. વધુમાં મહિલાએ વડોદરા શહેરી વિકાસ સતામંડળમાં નાયબ કલેકટર તરીકેનું ખોટું તથા બનાવટી ઓળખપત્ર બનાવી તે પત્ર ઈશ્યુ કર્યું હતું અને શહેરી વિકાસ સતામંડળના કમિશ્નર તરીકેની ખોટી સહી કરી ભાડા કરારમાં રજુ પણ કર્યું હતું. આ મામલે અડાજણ પોલીસે ઠગબાજ મહિલાની ધરપકડ કરી હતી અને તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.