કેનેડાના ઓન્ટારિયો પ્રાંતનો નાયગ્રા પ્રદેશ સૂર્યગ્રહણ જોવા આવતા લોકોનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. આ સમયગાળા દરમિયાન અહીં 10 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની આશા છે. 8 એપ્રિલે પૂર્ણ સૂર્યગ્રહણ થશે. કેનેડાના આ પ્રાંતમાં 1979 પછી આ પહેલું સૂર્યગ્રહણ હશે. નાયગ્રા ધોધને ‘નેશનલ જિયોગ્રાફિક’ ચેનલ દ્વારા સૂર્યગ્રહણ જોવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક જાહેર કરવામાં આવ્યું છે.
નાયગ્રા ધોધના મેયર જિમ ડાયોડાટીએ માર્ચની શરૂઆતમાં જણાવ્યું હતું કે તેમને અપેક્ષા છે કે સૂર્યગ્રહણ દરમિયાન શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળશે. નાયગ્રાની સ્થાનિક સંસ્થાએ પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગંભીર ટ્રાફિક જામ, ઇમરજન્સી સેવાઓની ભારે માગ અને મોબાઇલ ફોન નેટવર્કની સમસ્યાઓને કારણે ગુરુવારે એક દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
સંપૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કેનેડામાંથી પસાર થશે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે, સૂર્યના કિરણોને સંપૂર્ણપણે છુપાવે છે. નાયગ્રા શહેરમાં થોડી મિનિટો માટે સૂર્યના કિરણો સંપૂર્ણપણે બંધ થઈ જશે.
આ પણ વાંચો:ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ આ રીતે કરાઈ રહ્યું છે, NIA ચોંકી ઉઠી
આ પણ વાંચો:બાલ્ટીમોર બ્રિજ અકસ્માતમાં પેટેપ્સ્ક્રો નદીમાંથી 2 વ્યક્તિના મળ્યા મૃતદેહ
આ પણ વાંચો:પીવા માટે પાણી નથી અને ભારતની જાસૂસી કરવા નીકળ્યું માલદીવ, જાણો- બે મુસ્લિમ દેશોની ગુપ્તચર યોજના