Islamic Terrorism/ ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ આ રીતે કરાઈ રહ્યું છે, NIA ચોંકી ઉઠી

ગુપ્ત સૂત્રોનું માનવું છે કે ટેલિગ્રામ પર સીરિયામાં બેઠેલા ગ્રૂપ દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ કરાય છે. એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓને ભડકાવવા પાછળ IS નો જ હાથ છે. દિલ્હી અને પુણેમાં પણ આવા જ જૂથો પકડાયા હતા. એવું માનવામાં આવે છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉશ્કેરવા પાછળ ISનો હાથ છે…………..

World
Beginners guide to 2024 03 29T195844.034 ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ આ રીતે કરાઈ રહ્યું છે, NIA ચોંકી ઉઠી

New Delhi News: તાજેતરમાં ભણેલા-ગણેલા યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાતા ભારતીય એજન્સી ચોંકી ઉઠી છે. એવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા. આ જોઈને ભારતીય જાસૂસી સંસ્થઆઓ વિચારી રહી છે કે શું ભારતમાં આંતકવાદી સંગઠનો ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ કરી રહી છે?

ગયા અઠવાડિયે આસામ પોલીસ IITમાં ગુવાહાટીમાં ફાઈનલ યરના વિદ્યાર્થી તૌસીફ અલી ફારૂકીને IS માટે કામ કરતા હોવાનો આરોપથી ધરપકડ કરી છે. મૂળરૂપે દિલ્હીના જાકિર નગર, વેસ્ટ ડી બ્લોકમાં રહેતો તૌસીફ અલી ફારૂકી શંકાસ્પદ પ્રવૃતિઓ કરતો હોવાનું દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને માલૂમ પડ્યું હોવાથી અધિકારીઓએ તેના અને સંબંધીઓની સઘન પૂછપરછ કરી હતી. તૌસીફ અલી તે સમયે સિરીયા જવા વ્યાકુળ હતો. જાકિર નગરમાં તેની માતા, બહેન, મામા રહે છે. વિચિત્ર વિચારધારાને લઈ દિલ્હી પોલીસની ટીમે કોઈ કાર્યવાહી કર્યા વિના છોડી દીધો હતો.

ગુપ્ત સૂત્રોનું માનવું છે કે ટેલિગ્રામ પર સીરિયામાં બેઠેલા ગ્રૂપ દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ કરાય છે. એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓને ભડકાવવા પાછળ IS નો જ હાથ છે. દિલ્હી અને પુણેમાં પણ આવા જ જૂથો પકડાયા હતા. એવું માનવામાં આવે છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉશ્કેરવા પાછળ ISનો હાથ છે. ઓનલાઈન જૂથો દ્વારા ઉશ્કેરવામાં આવેલા વિદ્યાર્થીઓમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના એમટેક સ્નાતક અરશદ વારસી અને એનઆઈટી નાગપુરના બીટેક ગ્રેજ્યુએટ મોહમ્મદ શાહનવાઝનો સમાવેશ થાય છે, જેમની ગયા ઓક્ટોબરમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેના પર નિર્દોષ યુવાનોને આઈએસમાં જોડાવા માટે તૈયાર કરવાનો અને ઈન્ટરનેટ મીડિયા અને રૂબરૂ મીટિંગ્સ દ્વારા આતંકવાદી બનાવવાનો આરોપ છે. તેણે ISને સમર્થનની વીડિયો ક્લિપ્સ અને જેહાદ સંબંધિત સામગ્રી શેર કરી હતી. સ્પેશિયલ સેલે ગયા ઓક્ટોબરમાં શાહનવાઝની ધરપકડ કરી હતી. તે 2017 થી જમાલ નામના સિરિયન ટેલિગ્રામ એકાઉન્ટના સંપર્કમાં હતો. જમાલ અફઘાનિસ્તાનનો રહેવાસી હતો, જે ફેબ્રુઆરી 2018માં તાલિબાન-આઈએસ યુદ્ધમાં માર્યો ગયો હતો. તે હુઝૈફા અલ-બકિસ્તાની અને કાસિમ ખોરાસાની નામના અન્ય બે અફઘાન નાગરિકોના પણ સંપર્કમાં હતો. ટેલિગ્રામ અને રોકેટ જેવી ચેટ એપ પરના આ એકાઉન્ટ અલગ-અલગ લોકો ચલાવી રહ્યા હતા. NIA અને આસામ પોલીસ તૌસીફ ફારૂકીને 3 એપ્રિલ સુધીના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે