હુમલો/ અબુધાબી એરપોર્ટ નજીક શંકાસ્પદ ડ્રોન હુમલો, આગમાં બે ભારતીયો સહિત ત્રણના મોત

અબુધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા નિર્માણ સ્થળ પર સોમવારે બે જોરદાર વિસ્ફોટ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા ડ્રોન દ્વારા કરવામાં આવ્યા છે.

Top Stories World
અબુધાબી
  • UAE ના એરપોર્ટ પાસે ડ્રોન હુમલો
  • અબુધાબી એરપોર્ટ સુધી પહોંચી આગ
  • યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી જવાબદારી
  • વિસ્ફોટ પહેલા આકાશમાં દેખાયા હતા ડ્રોન
  • તેલના ત્રણ ટેન્કરમાં થયો ધમાકો

સંયુક્ત અરબ અમીરાત (UAE) પર યમનના હૂતી બળવાખોરોએ મોટો હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, અબુધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા નિર્માણ સ્થળ પર સોમવારે બે જોરદાર વિસ્ફોટ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા ડ્રોન દ્વારા કરવામાં આવ્યા છે. જોકે, ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં બે ભારતીયો સહિત ત્રણના મોત થયા છે. સમાચાર એજન્સી એએફપીએ અબુ ધાબી પોલીસને ટાંકીને આ માહિતી આપી છે.

આ પણ વાંચો :મુસાફરી દરમિયાન જ પાયલોટે પ્લેન ઉડાડવાનો કર્યો ઇનકાર, પછી જે થયું…

અબુધાબી પોલીસે જણાવ્યું હતું કે ત્રણ ઓઈલ ટેન્કરમાં લાગેલી આગ અને એરપોર્ટની બહારના ભાગમાં નાની આગ ડ્રોન વિસ્ફોટને કારણે થઈ હોઈ શકે છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ત્રણેય ઓઈલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. હૂતી સંગઠન દ્વારા નિયંત્રિત દળના પ્રવક્તા યાહ્યા સારી સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ અનુસાર, હૂતી “આગામી કલાકોમાં UAE માં એક મોટી લશ્કરી કાર્યવાહી” કરવાની યોજના બનાવી રહ્યા છે. સાઉદી અરેબિયા બાદ હૂતી વિદ્રોહીઓએ UAE પર હુમલા શરૂ કર્યા છે.

સ્થાનિક મીડિયા અનુસાર, બંને જગ્યાએ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આ હુમલાથી હવાઈ વાહનવ્યવહારને કોઈ અસર થઈ નથી અને ન તો કોઈ પ્રકારનું મોટું નુકસાન થયું છે. આગનું કારણ જાણવા માટે વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :ચીનમાં કોરોનાના કારણે 17 લાખ લોકોના મોત, અસલી ડેથ રેશિયો 17000% થી પણ વધારે 

હૂતી વિદ્રોહીઓએ યમનના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે. અહીં સાઉદીની આગેવાની હેઠળનું સૈન્ય ગઠબંધન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને પુનઃસ્થાપિત કરવા માટે હૂતીઓ સામે લડી રહ્યું છે. 2015માં યમન સિવિલ વોર સામે લડવા માટે UAE સાઉદી ગઠબંધનમાં જોડાયું હતું. જેના કારણે હૂતી હવે UAEને નિશાન બનાવી રહ્યા છે. તેણે 2 જાન્યુઆરીએ રાવબી નામના UAE કાર્ગો શિપનો પણ કબજો મેળવ્યો હતો. બોર્ડ પરના 11 લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 ભારતીય છે. સંયુક્ત રાષ્ટ્ર અને ભારતે હુથીઓને આ તમામ લોકોને મુક્ત કરવા વિનંતી કરી છે. સાઉદીનું કહેવું છે કે જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતું. જ્યારે હુથી સંગઠનનું કહેવું છે કે તે તેના વિસ્તારમાં હતું.

આ પણ વાંચો :કોરોનાનાં અજગર ભરડામાં ભીંસાતું સમગ્ર વિશ્વ, કુલ કેસનો આંક થયો 32.57 કરોડથી વધુ

આ પણ વાંચો :ટોંગામાં સમુદ્રની અંદર જવાળામુખી ફાટ્યો,વીડિયો વાયરલ

આ પણ વાંચો :US માં પાકિસ્તાની વૈજ્ઞાનિકને મુક્ત કરવા એક શખ્સે 4 લોકોને બનાવ્યા બંધક