ધાર્મિક/ પોષી પુનમ એટલે ભાઈ બહેનના સ્નેહનું પ્રતિક……

પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન ભાઇના સુખ, સંપતિ ને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે તથા આ પૂર્ણિમાએ આખો દિવસ રૂપવાસ કરે છે.

Dharma & Bhakti Navratri 2022
Untitled 52 1 પોષી પુનમ એટલે ભાઈ બહેનના સ્નેહનું પ્રતિક......

શાસ્ત્રમાં તમામ વિધિનાં વ્રતો અને તહેવારો બતાવ્યાં છે. એમાં પૂર્ણિમાનાં વ્રતો અને તહેવારો પણ વર્ણવ્યાં છે. આજે પોષ મહિનાની પૂર્ણિમાનું મહત્વ જોઇએ.. ખાસ કરીને ગુજરાતમાં પોષી પૂનમે બહેન, ભાઇના આયુષ્ય માટે અને પોતાના ભવિષ્યનાં સૌભાગ્ય માટે પોષી પૂનમ વ્રત કરે છે. આખો દિવસ ઉપવાસ કરે છે. ચંદ્રોદય પછી ભાઇ-બહેન બંને ચંદ્રનાં દર્શન કરે છે અને ચંદ્રની સાક્ષીએ બહેન ભાઇને પૂછે છે અને રોટલીમાં કાણું પાડીને તેમાંથી ચંદ્ર દર્શન કરે અને ચંદ્રમાને કહે છે: ‘ચાંદા તારી ચાનકી, મારી પોષી પૂનમ’

પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન ભાઇના સુખ, સંપતિ ને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે તથા આ પૂર્ણિમાએ આખો દિવસ રૂપવાસ કરે છે. આ દિવસે ભાઇ બહેનના પ્રેમનું ઊંડું હાર્દ સમાયેલું છે. આ દિવસે કુમારીકા બહેન ભાઇ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તેના દીર્ધાયુષ્ય માટે ભગવાનને અરજ કરે છે. આ દિવસે કુંવારી બહેન માટે મહત્વની ને મહાન દિવસ છે. અમારા યુવા પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયા એ પોષી પૂનમના મહાત્મ્ય સંક્ષિપ્તમાં આ રીતે રજૂ કરે છેઃ ‘પોષી પૂનમ ભાઇ- બહેનના હેતનું આગવું પર્વ છે. ભાઇ- બહેનના પ્રેમનું મંગલ પર્વ એટલે પોષી પુનમ.’ રાત્રે ચંદ્ર ષ્ગે ત્યારે બાજરાનો નાનો રોટલો, વચ્ચે કાણું પાડવામાં આવે, તેમાંથી બેન ચંદ્ર સામે જોઇને નીચેનું ગીત ગાય છેઃ ભાઇની બહેન રમે કે જમે?’

આ પણ  વાંચો:ગુજરાત / કોરોનાનું સંક્રમણ સતત વધતાં રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો નિર્ણય

આ ઉત્તરમાં ભાઇ જવાબ આપે કે મારી બહેન જમે. એ પછી જ બહેન ઉપવાસ તોડીને એકટાણું જમે. એ પહેલાં ચંદ્રમાની સાક્ષીએ ભાઇના આયુષ્ય અને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે.

‘પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન ભાઇની બહેન રમે કે જમે?’ આમ ભાઇ જમાવાનું કહે તો બેન જમે, રમવાનું કહે તો આખી રાત બહેનને રમતુ રહેવાનું છે. બેન બપોરે ફરાળ કરે છે. જો ભાઇને બહેન પ્રત્યે ઇર્ષા કે અદેખાઇ હોય તો ભાઇ બહેનને રમવાનું કહે છે. આ રીતે પોષી પૂનમનું હાર્દ છે. આખો દિવસ બહેન ભાઇનું સ્મરણ કરે છે. જે બહેનને ભાઇ નથી હોતો તે બહેન પોતાની દૂરના પિતરાઇ ભાઇ માટે આ વ્રત રાખે છે ને તેના માટે ભગવાન આગળ ભાઇના હેમક્ષેમની માગણી કરે છે.

આ પણ વાંચો:Punjab Assembly Election / પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે મતદાન, જાણો શું છે કારણ