Not Set/ રામ મંદિર માટે દાનમાં મળ્યા કરોડો રૂપિયા, પરંતુ આશરે 15,000 ચેક થયા  બાઉન્સ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર, મંદિરના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેક એકાઉન્ટ્સ ભંડોળના અભાવને કારણે અથવા કેટલીક ટેકનીકલ ખામીઓને કારણે બાઉન્સ થયા છે.

Top Stories India Dharma & Bhakti
morva hafdaf 10 રામ મંદિર માટે દાનમાં મળ્યા કરોડો રૂપિયા, પરંતુ આશરે 15,000 ચેક થયા  બાઉન્સ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાન રૂપે એકત્રિત થયેલ આશરે રૂ. 22 કરોડના લગભગ 15,000 બેંકના ચેક બાઉન્સ થઈ ગયા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર, મંદિરના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેક એકાઉન્ટ્સ ભંડોળના અભાવને કારણે અથવા કેટલીક ટેકનીકલ ખામીઓને કારણે બાઉન્સ થયા છે.  આ વર્ષે મકરસંક્રાંતિ પછી, વીએચપીએ રામ મંદિર માટે ભંડોળ ઉભું કરવા અભિયાન શરૂ કર્યું હતું, આ અભિયાનમાં દેશભરમાંથી કરોડો રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી હતી.

ટ્રસ્ટના સભ્ય ડો.અનીલ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેંકો ટેકનીકલ અવરોધોના સમાધાન માટે કાર્ય કરી રહી છે. જયારે તેઓ લોકોને ફરીથી દાન આપવા અનુરોધ કરી રહ્યા છે.  આમાંથી 2000 જેટલા ચેક અયોધ્યામાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) 15 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન દાન એકત્રિત કરવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન આ ચેક એકઠા કાર્ય હતા. આ અભિયાન દરમિયાન આશરે 5000 કરોડ જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી. જોકે, ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ અંગેના અંતિમ આંકડા હજુ સુધી જાહેર કરાયા નથી.