OXYGEN/ મુકેશ અંબાણી દેશને ઓક્સિજન પુરૂ પાડશે

રીલાયન્સ કંપનીના માલિક દેશને ઓક્સિજન પુરૂ પાડશે.

India
mukesh મુકેશ અંબાણી દેશને ઓક્સિજન પુરૂ પાડશે

દેશના ઉધોગપતિ મુકેશ અંબાણીએ પોતાની રિફાઇનરીમાં સામાન્ય ફેરફાર કરીને  ઓક્સિજનનું ઉત્પાદન કર્યું છે. ઓક્સિજનનું ઉત્પાદન કરીને દેશના જુદા જુદા રાજ્યોમાં જરૂરિયાત મુજબ ફાળવવામાં આવશે.રિફાઇનરીમાં  ઉત્પાદન થયેલા ઓક્સિજનને મહારાષ્ટ્ર સત્વરે મોકલવામાં આવ્યુ છે.

રિફાઇનરીમાં સામાન્ય ફેરફાર કરીને ઓક્સિજન ઉત્પન કરવાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે તેનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓ માટે કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્સિજન માનવતાના ધોરણે કરવામાં આવ્યું છે.તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહિ.

મહારાષ્ટ્રના વિકાસમંત્રીએ કહ્યું હતું કે  મહારાષ્ટ્રને રિલાયન્સ તરફથી 100 ટન ઓક્સિજન મળશે.મહારાષ્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.પ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે.મહારાષ્ટ્રમાં ઓક્સિજનની સાથે ઇન્જેકશની પણ અછત વર્તાય છે જેના લીધે અનેક લોકોના મોત નિપજ્યાં છે .કોરોના સ્થિતિને કંટ્રેોલ કરવા માટે સરકાર યુદ્વના ધોરણે  કામગીરી કરી રહી છે .આ રાજ્યમાં કોરોનાની સૂનામી જોવા મળે છે. આવી વિકટ પરિસ્થિતિમાં મુકેશ અંબાણી દેશને મદદ કી રહ્યાં છે.