Not Set/ રેલવેની રિઝર્વેશન સેવાની કામગીરી એક-સપ્તાહ સુધી છ-કલાક બંધ રહેશે

રેલવેની બધી મેલ, એક્સપ્રેસ ટ્રેનોને મોટે પાયે પૂર્વવત્ અને હાલના યાત્રી બુકિંગ ડેટાના અપડેટ માટે એને સાવચેતીરૂપે તબક્કાવાર કરવાની યોજના બનાવવામાં આવી છે

India
Untitled 218 રેલવેની રિઝર્વેશન સેવાની કામગીરી એક-સપ્તાહ સુધી છ-કલાક બંધ રહેશે

સમગ્ર દેશમાં જયારે કોરોનાની મહામારી જોવા મળી રહી હતી ત્યારે હવાઈ મુસાફરી તેમજ રેલ્વે સેવા પણ બંધ કરવામાં આવી હતી . હવે જયારે’ કોરોના  કેસો નિયંત્રણમાં  આવતા  હવે  રેલવેની રેલવે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સામાન્ય કરવાના ભાગરૂપે અ આગામી સાત દિવસ સુધી રાત્રે છ કલાક સુધી રિઝર્વેશન માટે બંધ રહેશે. રેલવે આ પગલું સિસ્ટમ ડેટાના અપગ્રેડ કરવા,તેમજ નવી ટ્રેનોની સંખ્યા વધારવા અને અન્ય કામકાજ કરવા માટે ભર્યું છે.

આ પણ વાંચો ;રાજકોટ / સફેદ વાઘની વસ્તી વધારવા માટે અહીં શરૂ કરવામાં આવશે બ્રિડિંગ સેન્ટર

રેલવેની બધી મેલ, એક્સપ્રેસ ટ્રેનોને મોટે પાયે પૂર્વવત્ અને હાલના યાત્રી બુકિંગ ડેટાના અપડેટ માટે એને સાવચેતીરૂપે તબક્કાવાર કરવાની યોજના બનાવવામાં આવી છે, એમ રેલવેએ કહ્યું હતું. આ કામકાજને લીધે ટિકટિંગ સેવાઓ પર ઓછી અસર પડે એટલા માટે આ કામકાજ રાત્રિના કલાકો દરમ્યાન કરવામાં આવશે.

આ પણ વાંચો ;સંબોધન / ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ સર્વોત્તમ વિકલ્પ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રેલવેનું આ કામકાજ 14-15 નવેમ્બરે રાત્રે શરૂ થશે અને 20-21 નવેમ્બર સુધી ચાલશે, આ કામકાજ રાત્રે 11.30 કલાકે શરૂ થશે અને સવારે 5.30 કલાકે પૂરું થશે, એમ રેલવેએ કહ્યું હતું. આ છ કલાકના સમયગાળામાં રેલવેની ટિકિટ આરક્ષણ, વર્તમાન બુકિંગ, કેન્સલેશન અને ઇન્ક્વાયરી જેવી કોઈ યાત્રી આરક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય, એમ રેલવેએ કહ્યું હતું.