T20 World Cup/ ICC એ ‘Team of the Tournament’ ની કરી જાહેરાત, એક પણ ભારતીય ખેલાડી નથી મેળવી શક્યા સ્થાન

ટૂર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ માત્ર પસંદગીનાં અને તેજસ્વી ખેલાડીઓ જ ICCની સત્તાવાર ‘ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ’ માં પોતાનું સ્થાન બનાવી શક્યા. આ ટીમનાં કેપ્ટન તરીકે બાબર આઝમની પસંદગી કરવામાં આવી છે.

Sports
Team of the Tournament

ઓસ્ટ્રેલિયાની ટીમે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડકપ 2021 નો ખિતાબ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો અને તેને ICC ટ્રોફી કેબિનેટમાં સામેલ કર્યો. T20 વર્લ્ડકપ 2021 નું અભિયાન, જે લગભગ એક મહિના સુધી ચાલ્યું, પ્રથમ રાઉન્ડથી શરૂ થયું અને ત્યારબાદ સુપર-12 મેચો યોજાઈ. આ ટૂર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ માત્ર પસંદગીનાં અને તેજસ્વી ખેલાડીઓ જ ICCની સત્તાવાર ‘ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ’ માં પોતાનું સ્થાન બનાવી શક્યા. આ ટીમનાં કેપ્ટન તરીકે બાબર આઝમની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયાની જીત પર અમિત મિશ્રાથી થઇ ભૂલ, પાઠવ્યા આ ટીમને અભિનંદન, થઇ રહ્યો છે Troll

T20 વર્લ્ડકપમાં દરેક ટીમે પોતાની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી, પરંતુ જો તમે T20 વર્લ્ડકપમાં તમામ ટીમનું ક્રિકેટ જોશો અને શ્રેષ્ઠ XI બનાવશો તો કેવું થશે? જો કે ICC T20 વર્લ્ડકપની ‘ટૂર્નામેન્ટ ટીમ’માં કોઈપણ ભારતીય ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનાં ખેલાડીઓને પાકિસ્તાનનાં બાબર આઝમની આગેવાની હેઠળની 12 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટનાં ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી ન હોતી. તેને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવ્યા હતા. ICC નાં કોમેન્ટેટર્સ સહિત કેટલાક પત્રકારોએ આ ટીમ બનાવવામાં પોતાનું સમર્થન આપ્યું છે. ઘણી ચર્ચા બાદ 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને એક ખેલાડીને 12માં ખેલાડી તરીકે સ્થાન પણ આપવામાં આવ્યું છે. ઈયાન બિશપે ‘ટૂર્નામેન્ટની ટીમ’ પસંદગી પ્રક્રિયા વિશે જણાવ્યું હતું કે, કોઈપણ ટીમની પસંદગીની જેમ, અહી પણ અલગ-અલગ અભિપ્રાયો હશે અને ટીમની અંતિમ રચના પર મજબૂત ચર્ચા થશે.

પેનલ આનો આદર કરે છે અને અમે મજબૂત ચર્ચાને પ્રોત્સાહન આપીએ છીએ જેના કારણે ટીમની પસંદગી થઈ. આવી જબરદસ્ત ટૂર્નામેન્ટ માટે શ્રેષ્ઠ ટીમની પસંદગી કરવી અતિ મુશ્કેલ હતું. પસંદગીઓ મુખ્યત્વે સુપર 12 થી ફાઈનલ સુધી આધારિત હતી. જો કે જ્યુરી સભ્યોને આ ટીમમાં સ્થાન મેળવવા માટે કોઈપણ ભારતીય ખેલાડીને લાયક જણાતો ન હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાનાં એડન માર્કરામ અને એનરિક નોર્ટજે અને શ્રીલંકાનાં ચરિથ અસલંકા અને વાનિન્દુ હસરંગાની પસંદગી કરવામાં આવી છે. આ બન્ને ટીમો સેમિફાઈનલમાં પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડ, સેમિ ફાઇનલિસ્ટ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો – T20 World Cup / ટૂર્નામેન્ટમાં Top-5 બેટ્સમેન અને Top-5 બોલર કોણ છે? બન્નેમાં નંબર વન જાણીને ચોંકી જશો

ઓપનર અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ડેવિડ વોર્નર, લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા અને પેસર જોશ હેઝલવુડને પ્રથમ વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાં ઈંગ્લેન્ડનાં જોસ બટલરને વિકેટકીપર તરીકે અને મોઈન અલીને ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવ્યો છે જ્યારે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને ટીમમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાનનાં બાબરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર હસરંગાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યુરીનાં સભ્ય, વેસ્ટ ઈન્ડિઝનાં ભૂતપૂર્વ ઝડપી બોલર ઈયાન બિશપે કહ્યું કે દરેક ટીમની પસંદગીની જેમ આ ટીમ પર પણ ચર્ચા કરવામાં આવશે. પેનલ આવી ચર્ચાને માન આપે છે. આવી સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટમાંથી ટીમ પસંદ કરવી અત્યંત મુશ્કેલ હતું. પસંદગીનો મુખ્ય આધાર સુપર 12 થી ફાઈનલ સુધીની મેચો હતી.

આ રહી ટીમ:

ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), જોસ બટલર (ઈગ્લેન્ડ-WK), બાબર આઝમ (કેપ્ટન, પાકિસ્તાન), ચરિથ અસલંકા (શ્રીલંકા), એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા), મોઈન અલી (ઈંગ્લેન્ડ), વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા), એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા), જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ), એનરિક નોર્ટજે (દક્ષિણ આફ્રિકા). 12મો ખેલાડી – શાહીન આફ્રિદી (પાકિસ્તાન).