PM Modi Gujarat Visit/ PM મોદીની આજે ગુજરાત મુલાકાત, 4400 કરોડના પ્રોજેક્ટ્સની આપશે ભેટ

આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. જ્યાં તેઓ 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ ગાંધીનગરમાં રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Gandhinagar Top Stories Gujarat
પીએમ મોદી

આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. જ્યાં તેઓ 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ ગાંધીનગરમાં રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 19 હજાર લાભાર્થીઓને ઘરની ચાવીઓ આપશે. આ મકાનો 1950 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. PM મોદીનો ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે કાર્યક્રમ. અખિલ ભારતીય શિક્ષણ સંઘના અધિવેશનમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીની પણ મુલાકાત લેશે. ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા પ્રોજેક્ટની માહિતી મળશે.

ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદ મહાનગરની અંદર વિકાસની વણઝાર નીકળી છે. દેશના વડાપ્રધાન હસ્તે અંદાજીત 1500 કરોડની વધુ રકમના વિકાસના કામો ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેમના હાથે કરવામાં આવશે.જેમાં 3 બ્રિજ, અને 78 કરોડના લોકાર્પણ તેમજ ડ્રેનેજ પંપી સ્ટેશન ખાતમુહુર્ત કરવામાં આવશે. 78 કરોડનું ડ્રેનેજ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરાશે.

ઉતરઝોનના બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે અંદાજીત 78.88 કરોડના ખર્ચે 30 MLD નવો S.B.R. S.T. P બનાવવા આવ્યો છે.જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મુમદપુરા ખાતે પણ તૈયાર થયેલ બ્રિજનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવશે. અંદાજીત 1466 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગોતા વોર્ડમાં 28.63 કરોડના ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન,અમરાઈવાડી વોર્ડમાં 28.17 કરોડ ખર્ચે વૉટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને એક્સપ્રેસ હાઇવેથી સરદાર પટેલ રિંગરોડ પર 205.97 કરોડના ખર્ચે M.S પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમજ ગુજરાત સરકાર ઝુંપડ પટ્ટી પૂનઃવસન પોલીસ યોજના હેઠળ 63.57 કરોડના ખર્ચે નવા મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. શહેરમાં નવા ત્રણ બ્રિજના ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે નવા 3 બ્રિજ તૈયાર કરવામાં આવશે.જેમાં નરોડા પાટિયાથી દેવી સિનેમા થી ગેલેક્ષી સિનેમા સુધી 267.67 કરોડના બ્રિજ, વાડજ જંકશન ઉપર 127.92 કરોડ ખર્ચે અને સતાધાર ચાર રસ્તા પર 103 કરોડના ખર્ચે 4 લેન બ્રિજનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં T.P રોડ રી ગ્રેડ કરી રિસરફેશ કરવાના કામોના ખાતમુહૂર્ત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદી છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા, જો કે હવે ચૂંટણી પૂરી થતા તેઓ ફરી એકવાર વતનની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં યોજાનારા 3 કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ