collect money/ મહિલા આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ જ કાઢવાની ભૂલી ગઈઃ છેવટે ડોક્ટરે કાઢ્યા 23 લેન્સ

કોઈ વ્યક્તિ આંખમાં એક કે બે કોન્ટેક્ટ લેન્સ પહેરે, પણ એક મહિલની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ નીકળ્યા હતા. ડોક્ટરે જ્યારે આ 23 લેન્સ કાઢ્યા

Top Stories Lifestyle
મહિલાની આંખમાંથી કઢાયા 23 કોન્ટેક્ટ લેન્સઃ થયો હેરાનજનક ખુલાસો મહિલા આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ જ કાઢવાની ભૂલી ગઈઃ છેવટે ડોક્ટરે કાઢ્યા 23 લેન્સ

કોઈ વ્યક્તિ આંખમાં એક કે બે કોન્ટેક્ટ લેન્સ પહેરે, પણ એક મહિલની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ નીકળ્યા હતા. ડોક્ટરે જ્યારે આ 23 લેન્સ કાઢ્યા ત્યારે તે પણ હેરાન થઈ ગયા. ડોક્ટરે નાનું ઓપરેશન કરીને આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સ કાઢયા. ડોક્ટરોનું કહેવું છે કે આટલા કોન્ટેક્ટ લેન્સ હોવા છતાં પણ તેને નુકસાન ન થવું તેને પણ એક ચમત્કાર જ કહી શકાય.

આ સમગ્ર ઘટના અમેરિકાની છે. મહિલાને તકલીફ હોવાના લીધે તેણે આંખ પર કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું શરૂ કર્યુ. એક દિવસ તે કોન્ટેક્ટ લેન્સ નીકાળવાનું જ ભૂલી ગઈ હતી, તેને લાગ્યું કે કોન્ટેક્ટ લેન્સ પડી ગયો. તેના પછી તેણે નવા કોન્ટેક્ટ લેન્સ ખરીદીને પહેરવા માંડ્યા. તેને દર વખતે એમ જ લાગતું કે તેના કોન્ટેક્ટ લેન્સ પડી જાય છે, પણ વાસ્તવમાં તેના કોન્ટેક્ટ લેન્સ પડી જતા ન હતા, પરંતુ આંખની અંદર જતા રહેતા હતા.

આમ કરીને તેણે 23 કોન્ટેક્ટ લેન્સ ખરીદ્યા ત્યાં સુધી તેને ખબર ન પડી. તેના પછી એક દિવસ તેની આંખમાં દુઃખાવો થવા લાગ્યો. ડોક્ટરે તેની આંખ ચકાસી તો તે હેરાન રહી ગયા. ડોક્ટરોએ જોયું કે મહિલાની આંખની અંદર 23 લેન્સ ચોંટી ગયા છે. ડોક્ટરોએ તેની આંખ પરથી લેન્સ હટાવવા માટે નાના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કર્યો અને તેને કાઢ્યા. તેથી હવે આંખો પર કોન્ટેક્ટ લેન્સ પહેરનારાઓએ આ વાત યાદ રાખવાની જરૂર છે જેથી આ અમેરિકન મહિલાએ કરી તેવી ભૂલ ન થાય.