આણંદના સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ..
છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને કર્યા સસ્પેન્ડ..
નાયબ મામલતદાર જે ડી પટેલ પણ સસ્પેન્ડ..
કલેક્ટરની અશ્લીલ હરકત નો વિડીયો બહાર પાડી કાવતરું રચ્યા નો દાખલ થયો હતો ગુનો
આણંદના સ્પાય કેમેરા કાંડના મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસને સરકારે સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરો લગાવવા મામલે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી કલેક્ટરને ફસાવવા માટે ચોંકાવનારી વિગતો બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બે યુવતીઓને ચેમ્બરમાં મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. અંતે કલેક્ટર અશ્લિલ હરકતમાં કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો હતો.તે અંતર્ગત રાજ્યાન સામાન્ય વહીવટ વિભાગે કેતકી વ્યાસને સસ્પેન્ડ કર્યા છે.આ ઉપરાંત નાયબ મામલતદાર જેડી પટેલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બે દિવસથી વધુ સમય જેલમાં હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ અંગે પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હતા.