Chandrayaan 3/ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ હવે ચંદ્ર પર હ્યુન્ડાઈની આ ‘કાર’ ભરશે ઉડાણ!

ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ચંદ્ર પર ચંદ્રયાન પહોંચવા પર હવે આપણે ચંદ્ર પર આવનારા ફેરફારો જેવા કે ધરતીકંપ અને અન્ય ગુણધર્મોનો અભ્યાસ કરી શકાશે. શું તમે જાણો છો કે દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ પણ ચંદ્ર પર જવાની તૈયારી કરી રહી છે. હ્યુન્ડાઇ મોટર ગ્રૂપે તાજેતરમાં જાહેર કર્યું હતું […]

Top Stories Tech & Auto
5 2 13 ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ હવે ચંદ્ર પર હ્યુન્ડાઈની આ 'કાર' ભરશે ઉડાણ!

ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ચંદ્ર પર ચંદ્રયાન પહોંચવા પર હવે આપણે ચંદ્ર પર આવનારા ફેરફારો જેવા કે ધરતીકંપ અને અન્ય ગુણધર્મોનો અભ્યાસ કરી શકાશે. શું તમે જાણો છો કે દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ પણ ચંદ્ર પર જવાની તૈયારી કરી રહી છે. હ્યુન્ડાઇ મોટર ગ્રૂપે તાજેતરમાં જાહેર કર્યું હતું કે તે લુનાર રોવરનું નિર્માણ કરી રહ્યું છે, જે લુનર એક્સપ્લોરેશન મોબિલિટી રોવરનું પ્રારંભિક વિકાસ મોડેલ છે. તેનું પ્રારંભિક કામ હમણાં જ થયું છે. Hyundai તેના એરોસ્પેસ પાર્ટનર સાથે મળીને કોરિયામાં આ Lunar Rover બનાવી રહી છે.

માત્ર 70 કિલો વજન હશે
મળતી માહિતી મુજબ ગયા વર્ષે જુલાઈમાં હ્યુન્ડાઈએ રોવરને વિકસાવવા માટે એરોસ્પેસ ક્ષેત્રમાં 6 કોરિયન સંશોધન સંસ્થાઓ સાથે કરાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લુનર રોવરનું કુલ વજન માત્ર 70 કિલો હશે.

સ્વચાલિત ડ્રાઇવિંગ
આ લુનર રોવર ભારતના ચંદ્રયાન-3 જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. તેમાં કેમેરા અને LiDAR સેન્સર લગાવવામાં આવશે. હાલમાં, કંપનીએ તેના Lunar Rover વિશે વધુ માહિતી આપી નથી. એવું અનુમાન છે કે આ ચંદ્ર રોવરનું પરીક્ષણ આગામી વર્ષ 2024માં શરૂ થશે. જે બાદ તેને વર્ષ 2027માં લોન્ચ કરવામાં આવશે. તેમાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેક્નોલોજી, એડવાન્સ રોબોટિક ટેક્નોલોજી મળશે.