છેતરપિંડી/ વેરાવળમાં ચાર સંતાનોના પિતાને બીજા નિકાહ કરવા ભારે પડ્યા, લૂંટેરી દુલ્હન ગેંગનો બન્યા શિકાર 

વેરાવળમાં ચાર સંતાનોના આઘેડ પિતાને બીજા લગ્‍ન કરવાનો અભરખો ભારે પડયો હોવાનો કીસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં આઘેડને લગ્‍ન કરાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂ.10 હજાર લઇ નિકાહ કરાવ્‍યાના

Top Stories Gujarat
luteri dulhan 1 વેરાવળમાં ચાર સંતાનોના પિતાને બીજા નિકાહ કરવા ભારે પડ્યા, લૂંટેરી દુલ્હન ગેંગનો બન્યા શિકાર 

રવિ ખખ્ખર, ગીર સોમનાથ@ મંતવ્ય ન્યૂઝ

પોલીસે ચીટર ગેંગની દુલ્હન સાથે સાથીદારની ધરપકડ કરી

વેરાવળમાં ચાર સંતાનોના આઘેડ પિતાને બીજા લગ્‍ન કરવાનો અભરખો ભારે પડયો હોવાનો કીસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં આઘેડને લગ્‍ન કરાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂ.10 હજાર લઇ નિકાહ કરાવ્‍યાના બીજા જ દિવસે દુલ્‍હનએ ઘર ચલાવવાની ના પાડી દેતા મામલો પોલીસ સ્‍ટેશનએ પહોચ્‍યો હતો. જયાં પોલીસે સર્તકતા દાખવી કરેલ કાર્યવાહીના લીઘે આઘેડ સાથે વિશ્વાસઘાત કરતા લુટેરી દુલ્‍હન અને તેના સાથીદારને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

luteri dulhan 2 વેરાવળમાં ચાર સંતાનોના પિતાને બીજા નિકાહ કરવા ભારે પડ્યા, લૂંટેરી દુલ્હન ગેંગનો બન્યા શિકાર 

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ (ઉ.વ.59) ને ચાર સંતાનો છે. જે પૈકી ત્રણ પરણિત અને એક કુંવારો છે. તેમના પત્‍નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્‍યુ થયેલ હતુ. જેથી ઇબ્રાહીમભાઇને બીજા લગ્ન કરવા હોવાથી તેમના એક પરિચીત મારફત અંકલેશ્ર્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયેલ તેઓએ રૂ.40 હજારમાં લગ્‍ન કરાવી આપવાનું નકકી થયેલ હતુ.

ચારેક દિવસ પૂર્વે ઇરફાનભાઇએ ફોન કરીને ઇબ્રાહીમભાઇને અંકલેશ્વર બોલાવેલ અને ત્‍યાંથી બંન્‍ને છોકરી જોવા સુરત ગયેલ હતા. જયાં શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બંન્‍નેને પસંદ પડેલ હોવાથી નિકાહ કરવાનું નક્કી કરેલ હતુ.નિકાહ કરવા માટે વસ્‍તુ લેવા જણાવતા ઇબ્રાહીમભાઇએ રૂ.35 હજારની સોનાની વીટી તથા રૂ.15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપેલ હતો. ત્યારબાદમાં બે દિવસ પૂર્વે ત્રણેય સાથે વેરાવળ આવી અત્રે ઇબ્રાહીમભાઇ સાથે શાઇમાબેનના નિકાહ કરાવેલ હતા.

જેના બીજા જ દિવસે શાઇમાબેનએ તેમના મોટા બાપુ ગુજરી ગયેલ હોવાનું જણાવી પીયરમાં જવાનું કહી કપડા તથા સોના- ચાંદીના દાગીના પેક કરવા લાગેલ અને આ જ સમયે ઇરફાનભાઇએ પણ બાકીના રૂ.30 હજારની માંગણી ઇબ્રાહીમભાઇ પાસે કરતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાબેનને કહેલ કે આપણે કાલે સાથે જશું તેમ છતાં શાઇમાબેનએ જીદ કરતા, તેની પાસેથી ઘરેણા તથા કપડા ઇબ્રાહીમભાઇએ પરત લઇ લેતા શાઇમાબેનએ મારે તારૂ ઘર ચલાવવું નથી, તેમ કહી ઘરેથી નીકળી જઇ ઇરફાનભાઇ સાથે પોલીસ ચોકીએ પહોંચી રજુઆત કરી હતી.

જેના લીઘે પોલીસે ઇબ્રાહીમભાઇને બોલાવતા તેઓએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે ઇરફાન યુસુફભાઇ શેખ રહે.અંકલેશ્ર્વર તથા શાઇમાબને હનીફભાઇ શેખ રહે.સુરતવાળા સામે આઇપીસી કલમ 408, 420, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.આ મામલે સીટી પીઆઇ ડી.ડી.પરમારએ ત્‍વરીત કાર્યવાહી હાથ ઘરી બંન્‍ને આરોપીઓ (1) ઇરફાન યુસુફભાઇ શેખ (ઉ.વ.44) રહે.અંકલેશ્વર સર્વોદય સોસાયટી આંબોલી રોડ ઘર નં.બી-34, (2) શાઇમાબેન હનીફભાઇ શેખ (ઉ.વ.34) રહે.રાંદેર રામનગર કૃતિકા એપાર્ટમેન્ટ પહેલા માળે સી-1 રૂમ નં.103-સુરત વાળાઓને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

આ મામલે ચાર સંતોનોના પીતા એવા આઘેડ ઇબ્રાહીમભાઇની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી લગ્‍ન કરવા ઇચ્‍છુક યુવકો-પુરુષોને છેતરતી લુટેરી દુલ્હન ચીટર ગેંગને ઝડપવામાં સફળતા મળી છે. ત્‍યારે આ લુટેરી દુલ્હન ચીટર ગેંગએ અત્‍યાર સુઘીમાં કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપીંડી કરી છે તે પુછપરછ કર્યા બાદ સામે આવશે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

sago str 8 વેરાવળમાં ચાર સંતાનોના પિતાને બીજા નિકાહ કરવા ભારે પડ્યા, લૂંટેરી દુલ્હન ગેંગનો બન્યા શિકાર