Not Set/ જેજેપીથી અલગ થયા તેજબહાદુર યાદવ, કહ્યુ- ભાજપ સાથે ગઠબંધન હરિયાણાની જનતા સાથે છે ગદ્દારી

ભાજપ 10 મહિના પહેલા અસ્તિત્વમાં આવેલી જેજેપીની મદદથી એકવાર ફરી હરિયાણામાં સરકાર બનાવવા જઇ રહી છે. ત્યારે ભાજપનાં સમર્થનમાં આવેલી જેજેપીમાં એક અલગ સુર સામે આવી રહ્યો છે. ભાજપ પક્ષનો સખત વિરોધ કરનાર બીએસએફનાં પૂર્વ જવાન તેજ બહાદુર યાદવે ભાજપ સાથે ગઠબંધનને હરિયાણાની જનતા સાથે ગદ્દારી ગણાવી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં લટકાવેલા પરિણામો પછી, સત્તાધારી […]

Top Stories India
Tej Pratap Yadav જેજેપીથી અલગ થયા તેજબહાદુર યાદવ, કહ્યુ- ભાજપ સાથે ગઠબંધન હરિયાણાની જનતા સાથે છે ગદ્દારી

ભાજપ 10 મહિના પહેલા અસ્તિત્વમાં આવેલી જેજેપીની મદદથી એકવાર ફરી હરિયાણામાં સરકાર બનાવવા જઇ રહી છે. ત્યારે ભાજપનાં સમર્થનમાં આવેલી જેજેપીમાં એક અલગ સુર સામે આવી રહ્યો છે. ભાજપ પક્ષનો સખત વિરોધ કરનાર બીએસએફનાં પૂર્વ જવાન તેજ બહાદુર યાદવે ભાજપ સાથે ગઠબંધનને હરિયાણાની જનતા સાથે ગદ્દારી ગણાવી છે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં લટકાવેલા પરિણામો પછી, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી) એ રાજકીય ઉત્સાહીઓ વચ્ચે સરકાર બનાવવા માટે જોડાણની ઘોષણા કરી છે. કરનાલ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર વિરુદ્ધ ચૂંટણી લડનાર બીએસએફનાં પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ વિધાનસભાની ચૂંટણી પહેલા જ જેજેપીમાં જોડાયા હતા અને એક વીડિયો જાહેર કર્યો હતો. તેજબહાદૂરે ભાજપ સાથે જોડાણને હરિયાણાનાં લોકો સાથે ગદ્દારી ગણાવ્યું છે અને કહ્યું છે કે તમારે વિપક્ષમાં બેસી રહેવું જોઈએ. જ્યારે ભાજપ અપક્ષ ધારાસભ્યોની સાથે સરકાર બનાવતી હતી, ત્યારે તમે જાતે જ ગયા અને ગઠબંધન કર્યું. તેમણે કહ્યું કે આ રાજ્યની જનતા સાથે છેતરપિંડી છે. આ ગઠબંધન ખોટું છે.

બીએસએફનાં બરતરફ જવાને કહ્યું કે, જે ભાજપ છે તે જ જેજેપી છે. જેજેપી ભાજપની દિકરી છે. તેમણે કહ્યું કે હવે તે લોકો સમક્ષ આવી ગયું છે. તેજ બહાદૂરે કહ્યું કે મને તેનો અંદાજો આવી જ ગયો હતો. તેમણે કહ્યું કે જ્યારે હું ઝાંસી જેલમાં ચાર દિવસ રહ્યો ત્યારે પક્ષ તરફથી કોઈ નિવેદન પણ આવ્યું નહી. તેજ બહાદૂરે કહ્યું કે, જેજેપી અને ભાજપ સાથે હાથ મિલાવવાનાં ડરથી તેમણે કરનાલ બેઠક માટે પ્રચાર પણ નથી કર્યો. નોંધપાત્ર વાત એ છે કે તેજ બહાદુર કરનાલ બેઠક પરથી જેજેપીનાં ઉમેદવાર હતા. તેજલ બહાદુરને કરનાલમાં મુખ્યમંત્રી ખટ્ટરે હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.