આજની ભાગદોડવાળી લાઈફસ્ટાઈલના કારણે જ યુવાનોમાં નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવવાના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ સુરત તથા રાજકોટમાં ક્રિકેટ રમતા યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હતા. ત્યારે ફરી સુરતમાં આવો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, વરાછામાં પ્રશાંત ભારોલીયા નામના યુવકનું રહસ્યમય રીતે મોત નિપજ્યુ છે. યુવકને ક્રિકેટ રમ્યા બાદ ગભરામણ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યુ હતું. 27 વર્ષીય યુવક કેનેડાથી સુરત પરિવાર પાસે આવ્યો હતો. શનિવારે સવારે ક્રિકેટ રમીને ઘરે આવેલા પ્રશાંતને અચાનક છાતીમાં બળતરા થવા સાથે ગભરામણ શરૂ થઈ. પ્રશાંતે પોતાને શરૂ થયેલી પીડાની જાણ પરિવારને કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. જો કે તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું.સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ આ કેસમાં જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હોવાનું અને તેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
આપને જણાવી દઈએ કે આ પહેલા સુરતમાં ક્રિકેટ રમતા રમતા જ મેદાન ઉપર કામરેજના એક યુવાનને મોત મળ્યું હતું. કામરેજ પાસે શેખપુર ગામના યુવાનો ઓલપાડના સેલુત ગામમાં ક્રિકેટ મેચ રમવા ગયા હતાં. મેદાન ઉપર મેચ રમતા હતા ત્યારે જ કિશન પટેલને હાર્ટએટેક આવ્યો અને બેભાન થઈ ગયો હતો. સારવાર મળે તે પહેલાં તો તેનું મૃત્યુ પણ થઇ ગયુ હતું.
અગાઉ રાજકોટમાં એવી ઘટનાઓ બની કે જેમાં હાર્ટ એટેકે યુવાનોનો ભોગ લઇ લીધો. રાજકોટમાં રહેતો અને મૂળ ઓડિશાનો 21 વર્ષીય યુવક ફૂટબોલ રમતા રમતા મોતને ભેટ્યો, તો રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવતા જિંદગીની ઇનિંગ પૂર્ણ થઇ ગઇ.
અગાઉ જસાણી સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીને તો અભ્યાસ કરતા કરતા મોત મળ્યું. કંઇક આવી જ ઘટના સુરતથી સામે આવી. અહીં પણ ક્રિકેટની મેચ દરમિયાન ફિલ્ડિંગ ભરી રહેલો યુવાનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું.
આ પણ વાંચો:મુકેશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં આટલા કરોડનું કર્યું દાન
આ પણ વાંચો:જોડિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો,પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ
આ પણ વાંચો:CTM બ્રીજ પરથી બાળકનો ઝંપલાવવાનો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ
આ પણ વાંચો:અમદાવાદ બનશે મહિલાઓ માટે સેફ શહેર, અડધી રાતે પણ મહિલા નિર્ભય બનીને ફરી શકશે