પુનઃ પધારશો/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાત પ્રવાસે, આ જિલ્લાની લેશે મુલાકાત, તૈયારીઓ શરૂ

ચૂંટણી માહોલમાં પીએમ વારંવાર ગુજરાતના પ્રવાશે આવે છે ત્યારે ભાજપ દ્ધારા ફરી પીએમના કાર્યક્રમને લઇને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Top Stories Gujarat
5 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાત પ્રવાસે, આ જિલ્લાની લેશે મુલાકાત, તૈયારીઓ શરૂ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાત પ્રવાસે
  • 6 તારીખે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં પીએમ ની જાહેર સભા
  • ચૂંટણીના માહોલમાં પીએમ ની સભાને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ
  • ચૂંટણીના માહોલમાં પ્રથમ વખત પીએમ વલસાડ જિલ્લાની મુલાકાતે

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. ત્યારે રાજકીય પક્ષોના અધ્યક્ષોની ગુજરાત મુલાકાતમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી બાજુ બીજેપીના બાદશાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમીત ગુજરાતની મુલાકાત લેતા રહે છે. હજુ આજે તો પીએમ મોરબીની મુલાકાતે હતા ત્યાં ફરી આગામી દિવશોમાં તેમનો ગુજરાત પ્રવાસ નક્કી થઇ ગયો છે.

વડાપ્રધાન આગામી 6 નવેમ્બરે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. મોરબીની ગોજારી ઘટના બન્યા બાદ આજે પીએમ મોરબીની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે તમામ વાતની બારીકાઇથી જાણકારી મેળવી. હવે આગામી 6 તારીખે પીએમ વલસાડ જિલ્લાના કપરડા તાલુકાના નાનાપોંઢામાં જાહેર સભાને સંબોધશે.

નોંધનીય છે કે ચૂંટણી માહોલમાં પીએમ વારંવાર ગુજરાતના પ્રવાશે આવે છે. ત્યારે ભાજપ દ્ધારા ફરી પીએમના કાર્યક્રમને લઇને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લખેનીય છે કે ઇલેક્શનના માહોલ વચ્ચે પીએમ મોદી પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. આ સભાને લઇને તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત ઇલેક્શનની તારીખ પણ હવે ગણતરીના દિવસોમાં જાહેર કરવામાં આવશે ત્યારે આ મુલાકાતમાં પીએમ દ્ધારા ગુજરાત માટે વિશેષ શુ હશે તે જાણવું રસપ્રદ રહેશે.