Not Set/ વરસાદ ખેંચાતા રાજકોટ તંત્રની ચિંતા, આજી અને ન્યારીમાં બચ્યું માત્ર મહિના પૂરતું પાણી

રાજકોટ, ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભલે ચારેકોર મેઘરાજની મહેર હોય, પરંતુ હકીકત એ છે કે ગુજરાતના અમુક જિલ્લા અને વિસ્તારો હજુ પણ પાણી તરસ્યા છે. વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, ગીર સોમનાથ, અરાવવલી, અમરેલી અને રાજકોટ જેવા ગુજરાતના અમુક વિસ્તારો હજુ પણ વરસાદ માટે તરસી રહ્યા છે. રાજકોટના આજી ડેમમાં બુધવાર સુધી માત્ર વીસ દિવસ […]

Gujarat Rajkot
banchha nidhi paani વરસાદ ખેંચાતા રાજકોટ તંત્રની ચિંતા, આજી અને ન્યારીમાં બચ્યું માત્ર મહિના પૂરતું પાણી

રાજકોટ,

ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભલે ચારેકોર મેઘરાજની મહેર હોય, પરંતુ હકીકત એ છે કે ગુજરાતના અમુક જિલ્લા અને વિસ્તારો હજુ પણ પાણી તરસ્યા છે. વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, ગીર સોમનાથ, અરાવવલી, અમરેલી અને રાજકોટ જેવા ગુજરાતના અમુક વિસ્તારો હજુ પણ વરસાદ માટે તરસી રહ્યા છે.

રાજકોટના આજી ડેમમાં બુધવાર સુધી માત્ર વીસ દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું હતું,જો કે શુક્રવારે ઉપરવાસમાં વરસાદ પડતાં ડેમમાં પાણી ભરાયું હતું.એ સિવાય રાજકોટમાં પાણી પુરૂ પાડતાં ન્યારી ડેમમાં પણ 18 દિવસ સુધી ચાલે એટલું પાણી હતું.જો કે હવે શુક્રવારે વરસાદ થતાં ડેમોમાં ન્યારી અને ભાદરમાં પાણી ભરાયા હતા.રાજકોટમાં લોધિકા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો.

રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે,

“વરસાદ ખેચાતા ચિંતા પ્રસરી ગઈ છે. પરંતુ આજી નદીમાં ત્યારે એક મહિના ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જ્યારે ભાદર નદીમાં પણ મહિના સુધી ચાલે તેટલી માત્રામાં પાણી ઉપલબ્ધ છે. આજીમાં લગભગ 15 ફૂટ જેટલું પાણી છે જયારે ન્યારી નદીમાં 3 ફૂટ જેટલું પાણી છે. વધુમાં ભાદરમાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ છે. જયારે રાજ્યના ઇરીગેશન ડી[પાર્ટમેન્ટ અને નર્મદા જળસંચયને પાત્ર લખવામાં આવ્યો છે તેમાં રાજકોટ મ્યુનિસિપાલિટીએ ખંભાળા અને અન્ય નર્મદાના સોર્સમાં યોગ્ય મશીનરી મુકવામાં આવે તે અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.”

જયારે સોરઠ વિસ્તારની ઓઝત નદીમાં હાલ 40 દિવસ ચાલે તેટલું પાણી છે. છતાં કોઈ સંજોગ વળે વરસાદ વધુ ખેચાશે તો ખંભાળા લાઇન દ્વારા નર્મદાનું પાણી આપવાની માંગ સરકારને અત્યારથી જ કરી દેવામાં આવી છે. જયારે જાણવામાં આવ્યું છે કે જો વરસાદ ખેંચાશે તો રાજ્ય સરકાર આ મુદ્દે મદદ સાધવા કટિબદ્ધ છે.