rains/ બે દિવસની વરસાદી આગાહી વચ્ચે 43 તાલુકામાં નોંધાયો આટલા ઇંચ વરસાદ

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં આગાહીનાં પગલે વરસાદનો સારો વરતારો જોવામાં આવ્યો અને

Top Stories Gujarat Others
17 rain water skin 170712 1563011314 e1603076504108 બે દિવસની વરસાદી આગાહી વચ્ચે 43 તાલુકામાં નોંધાયો આટલા ઇંચ વરસાદ

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં આગાહીનાં પગલે વરસાદનો સારો વરતારો જોવામાં આવ્યો અને સામાન્યથી ભારે વરસાદનાં કારણે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતનાં  અનેક શહેરો વિસ્તારો પાણી પાણી થઇ ગયા હોવાનુ નોંધવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદી આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

જો વાત કરવામાં આવે પાછલા 24 કલાકમાં નોંધવામાં આવેલા વરસાદની તો રાજ્યમાં 43 તાલુકામાં પાછલા 24 કલાકમાં મેઘકહેર જોવામાં આવી છે. ગુજરાતનાં 43 તાલુકામાંથી 2 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. 3 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 15 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ અને અન્ય 23 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

કયાં-કેટલો વરસાદ?

ધ્રોલ            5 ઇંચ

જોડીઆ         1.5 ઇંચ

ખંભાળિયા      1.5 ઇંચ

લાલપુર        1 ઇંચ

શિહોર          4 ઇંચ

ઘોઘા           1.5 ઇંચ

ભાવનગર      1.5 ઇંચ

જેતપુર         1.5 ઇંચ

ગોંડલ          2.5 ઇંચ

ધોરાજી         2.5 ઇંચ

કોટડાસાંગાણી  2 ઇંચ

રાજકોટ        2 ઇંચ

વંથલી          2 ઇંચ

ભેસાણ          1.5 ઇંચ

જૂનાગઢ        1.5 ઇંચ

માણાવદર      1 ઇંચ