Manipur Violence/ મણિપુરમાં વધુ એક મહિલા પર સામૂહિક બળાત્કારનો આરોપ

બિષ્ણુપુર મહિલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી અને બાદમાં તેને વધુ તપાસ માટે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી

Top Stories India
7 3 2 મણિપુરમાં વધુ એક મહિલા પર સામૂહિક બળાત્કારનો આરોપ

મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યા બાદ જ્યાં દેશભરમાં આક્રોશનો માહોલ છે, તો બીજી તરફ હિંસાગ્રસ્ત રાજ્યમાંથી વધુ એક મહિલા સાથે સામુહિક બળાત્કારના સમાચાર સામે આવી રહ્યા છે. ચુરાચંદપુર જિલ્લામાં એક પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે 3 મેના રોજ તેના સળગતા ઘરમાંથી ભાગી જતાં પુરુષોના એક જૂથે તેણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સંબંધમાં 9 ઓગસ્ટના રોજ બિષ્ણુપુર મહિલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી અને બાદમાં તેને વધુ તપાસ માટે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, મહિલા (37) પર ચુરાચંદપુર જિલ્લાના ખુમુઝમ્બા મીતેઈ લીકાઈ ખાતે કુકી સમુદાયના કેટલાક અજાણ્યા પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિત મહિલાએ પોલીસને આપેલા નિવેદન મુજબ, 3 મેના રોજ સાંજે 6.30 વાગ્યાની આસપાસ કુકી સમુદાયના બદમાશોના જૂથે મહિલાના ઘર સહિત અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. અંધાધૂંધી વચ્ચે મહિલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લગભગ અડધો કિલોમીટર સુધી દોડ્યા પછી, મહિલાને કેટલાક પુરુષોએ અટકાવી અને તેના પર જાતીય હુમલો કર્યો, એમ પોલીસે એફઆઈઆરને ટાંકીને જણાવ્યું હતું. મણિપુરમાં આદિવાસી સમુદાયની બે મહિલાઓની નગ્ન પરેડ અને છેડતીનો વીડિયો સામે આવ્યા બાદ તણાવમાં વધારો થયો છે.