Not Set/ લગ્નમાં થતા ખર્ચનો પણ આપવો પડશે હિસાબ: સુપ્રીમ કોર્ટનો આદેશ

લગ્નમાં થતા ખર્ચનો હિસાબ-કિતાબ બતાવવાને સરકાર અનિવાર્ય બનાવવાની છે. દહેજની લેણ-દેણ રોકવા અને દહેજ કાનૂન હેઠળ થતી ફરિયાદી પર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમ બનવવા માટે કહ્યું છે. કોર્ટે એક સુઝાવ આપતા કહ્યું કે લગ્નમાં થતા ફાલતુ ખર્ચાઓમાં કાપ મૂકીને, એક હિસ્સો કન્યાના બેન્ક ખાતામાં જમા કરાવી શકાય છે. જેની ભવિષ્યમાં જરૂર […]

Top Stories India
65923 midblqrdnh 1503593014 લગ્નમાં થતા ખર્ચનો પણ આપવો પડશે હિસાબ: સુપ્રીમ કોર્ટનો આદેશ

લગ્નમાં થતા ખર્ચનો હિસાબ-કિતાબ બતાવવાને સરકાર અનિવાર્ય બનાવવાની છે. દહેજની લેણ-દેણ રોકવા અને દહેજ કાનૂન હેઠળ થતી ફરિયાદી પર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમ બનવવા માટે કહ્યું છે. કોર્ટે એક સુઝાવ આપતા કહ્યું કે લગ્નમાં થતા ફાલતુ ખર્ચાઓમાં કાપ મૂકીને, એક હિસ્સો કન્યાના બેન્ક ખાતામાં જમા કરાવી શકાય છે. જેની ભવિષ્યમાં જરૂર પડવા પર ઉપયોગ કરી શકાય.

dowry e1531479002648 લગ્નમાં થતા ખર્ચનો પણ આપવો પડશે હિસાબ: સુપ્રીમ કોર્ટનો આદેશ

ગુરુવારે એક સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે લગ્ન માં થતા ખર્ચનો હિસાબ બતાવવાનું અનિવાર્ય બનાવવા પર કેન્દ્ર સરકાર વિચાર કરે અને જલ્દી આ મામલામાં કોઈ નિયમ બનાવે. કોર્ટે સુઝાવ આપતા કહ્યું કે વર-કન્યા બંને પક્ષે લગ્ન પર થયેલા ખર્ચની જાણકારી વિવાહ અધિકારીને બતાવવાનું અનિવાર્ય હોવું જોઈએ.

dc Cover tk8op9atq02bph3rbhnuvjc7i2 20171022055347.Medi e1531479029500 લગ્નમાં થતા ખર્ચનો પણ આપવો પડશે હિસાબ: સુપ્રીમ કોર્ટનો આદેશ

કોર્ટે અનિવાર્યતાનો ઉદ્દેશ્ય બતાવતા કહ્યું કે લગ્નમાં વર-કન્યા બંને પક્ષો તરફથી થયેલા ખર્ચના લેખા-જોખા જો વિવાહ અધિકારી પાસે હોય, તો આનાથી દહેજના મામલાઓમાં પૈસા સાથે જોડાયેલા વિવાદને સુલઝાવવામાં મદદ મળશે. કોર્ટે કહ્યું કે સરકાર આના પર વિચાર કરે અને પોતાના કાનૂન અધિકારી દ્વારા વિચારોને કોર્ટ સુધી પહોંચાડે.