Not Set/ અરવલ્લી: શામળાજી રતનપુર બોર્ડર પરથી 1.21 કરોડનું ચરસ ઝડપાયું

ડ્રગ્સનો કાળો કારોબાર દેશ અને ગુજરાતનાં યુવાધનને ખતમ કરવાની નેમ લઇને બેઠો હોય તેમ, રોજ કોઇને કોઇ જગ્યાએથી નશીલા પદાર્થોનો જથ્થો પકડવામા આવે છે. ચરસ, ગાંજો, અફિણ, મેનડ્રેક્સ, હેરોઇન જેવા ઝેરને દેશ અને ગુજરાતના યુવાધનની રગોમાં દોડતું કરવાના આ મેલા મનસુબા સાથે ઘુસાડવામાં આવતા આ નશીલા પદાર્થો ભાવી પેઢીને બરબાદ કરી રહ્યા છે. ત્યારે આજે […]

Top Stories Gujarat
arv અરવલ્લી: શામળાજી રતનપુર બોર્ડર પરથી 1.21 કરોડનું ચરસ ઝડપાયું

ડ્રગ્સનો કાળો કારોબાર દેશ અને ગુજરાતનાં યુવાધનને ખતમ કરવાની નેમ લઇને બેઠો હોય તેમ, રોજ કોઇને કોઇ જગ્યાએથી નશીલા પદાર્થોનો જથ્થો પકડવામા આવે છે. ચરસ, ગાંજો, અફિણ, મેનડ્રેક્સ, હેરોઇન જેવા ઝેરને દેશ અને ગુજરાતના યુવાધનની રગોમાં દોડતું કરવાના આ મેલા મનસુબા સાથે ઘુસાડવામાં આવતા આ નશીલા પદાર્થો ભાવી પેઢીને બરબાદ કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એક ધીમા મોતની ખેપ પોલીસ દ્વારા પકડી પાડવામા આવી છે.

arv1 અરવલ્લી: શામળાજી રતનપુર બોર્ડર પરથી 1.21 કરોડનું ચરસ ઝડપાયું

અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પરથી ચરસ ઝડપાયું છે. 1.21 કરોડની કિમતનું ચરસ કારમાં ગુપ્ત ખાનું બનાવી છુપાવેલું હતું. જો કે, આ અંગેની પોલીસને બાતમી મળતાં ચેકિંગ હાથ ધર્યું હતું. અને ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ બન્ને શખ્સો હરિયાણા અને હિમાચલના હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના બે શખ્સો ફરાર થઇ ગયા હતા. જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથધરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.