Not Set/ PM મોદીનો જન્મ દિવસ કેવી રીતે મનાવી રહ્યુ છે દેશ, જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 69 વર્ષનાં થઈ ગયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણીનું વાતાવરણ છે. તે પોતે તેમના વતન રાજ્ય ગુજરાતમાં પધાર્યા છે. પીએમ મોદી તેમના જન્મદિવસની પહેલા સોમવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. આજે તેમના અહીં ઘણા કાર્યક્રમો છે. પીએમ મોદી તેમના જન્મદિવસ પ્રસંગે તેમની માતા હિરાબેનને પણ મળશે. પીએમ મોદી સરદાર […]

Top Stories India
719829 modinew970 1 PM મોદીનો જન્મ દિવસ કેવી રીતે મનાવી રહ્યુ છે દેશ, જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 69 વર્ષનાં થઈ ગયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણીનું વાતાવરણ છે. તે પોતે તેમના વતન રાજ્ય ગુજરાતમાં પધાર્યા છે. પીએમ મોદી તેમના જન્મદિવસની પહેલા સોમવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. આજે તેમના અહીં ઘણા કાર્યક્રમો છે. પીએમ મોદી તેમના જન્મદિવસ પ્રસંગે તેમની માતા હિરાબેનને પણ મળશે. પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચશે અને અહીં તેઓ નર્મદા નદીની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તે ગરુડેશ્વર દત્ત મંદિર જશે અને ત્યારબાદ નમામિ નર્મદા મહોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી નર્મદા જિલ્લાના કેવડિયા પણ પહોંચશે. તે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે.

વારાણસીમાં પીએમ મોદીનાં ચાહક અરવિંદસિંહે વડા પ્રધાનનાં જન્મદિવસ નિમિત્તે સંકટમોચન મંદિરમાં ભગવાન હનુમાનને સોનાનો મુગટ ચઠાવ્યો છે. તેઓ કહે છે, “લોકસભાની ચૂંટણી પહેલા મેં એક સંકલ્પ લીધો હતો કે જો મોદીજી બીજી વખત સરકાર બનાવશે, તો હું ભગવાન હનુમાનને 1.25 કિલો વજનનો સોનાનો તાજ અર્પણ કરીશ.”

ભોપાલમાં ભાજપનાં કાર્યકરોએ વડા પ્રધાન મોદીનાં જન્મ દિવસની ઉજવણી કરતા 69 ફૂટ લાંબી કેક કાપી હતી. આ દરમિાયન દરેક કાર્યકરો ઘણા ખુશ જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.