Not Set/ રક્ષામંત્રીનાં નિવેદન પર ભડક્યા ઓવૈસી, કહ્યુ- સંસદમાં જાણકારી છુપાવવાનું બંધ કરો

  સંસદનાં ચોમાસા સત્રમાં ભારત-ચીન સરહદ વિવાદનો મુદ્દો સતત સળગી રહ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ મુદ્દે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સરકારનો પક્ષ રાખ્યો છે. વિપક્ષે આ મુદ્દે સરકારની સાથે ઉભા રહેવાનું વચન આપ્યું છે, પરંતુ વિપક્ષ હજી પણ કેટલાક પ્રશ્નો પર સ્પષ્ટતા માંગે છે. આ મુદ્દે સંપૂર્ણ વિગતો નહીં આપવાના આક્ષેપો વચ્ચે લોકસભાનાં સાંસદ […]

India
03c3f8210c15c8c37a57d009abfab5c2 રક્ષામંત્રીનાં નિવેદન પર ભડક્યા ઓવૈસી, કહ્યુ- સંસદમાં જાણકારી છુપાવવાનું બંધ કરો
03c3f8210c15c8c37a57d009abfab5c2 રક્ષામંત્રીનાં નિવેદન પર ભડક્યા ઓવૈસી, કહ્યુ- સંસદમાં જાણકારી છુપાવવાનું બંધ કરો 

સંસદનાં ચોમાસા સત્રમાં ભારત-ચીન સરહદ વિવાદનો મુદ્દો સતત સળગી રહ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ મુદ્દે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સરકારનો પક્ષ રાખ્યો છે. વિપક્ષે આ મુદ્દે સરકારની સાથે ઉભા રહેવાનું વચન આપ્યું છે, પરંતુ વિપક્ષ હજી પણ કેટલાક પ્રશ્નો પર સ્પષ્ટતા માંગે છે. આ મુદ્દે સંપૂર્ણ વિગતો નહીં આપવાના આક્ષેપો વચ્ચે લોકસભાનાં સાંસદ અને એઆઈએમઆઈએમનાં વડા અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે સંસદમાં માહિતી છુપાવવી જોઈએ નહીં.

મીડિયા રિપોર્ટને ટાંકીને ઓવૈસીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, ચીને 1000 ચોરસ કિલોમીટર સુધી ભારતીય અધિકારવાળી જમીન ઉપર કબજો કરી લીધો છે. 900 ચોરસ કિ.મી. દેપસાંગમાં છે. પરંતુ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લોકસભામાં પોતાના નિવેદનમાં પણ દેપસાંગનો ઉલ્લેખ કર્યો નથી. PMOIndia તમારા માટે આ સરળ રહેશે નહીં, સંસદમાં માહિતી છુપાવવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે. તમારી જવાબદેહી સાંસદો પ્રત્યે બને છે.

ઓવૈસી ચીન વિવાદને લઈને સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. ગુરુવારે જ તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, સરકારે ગાલવાન અથડામણનો બદલો લેવા ચીન પાસેથી 5,000 કરોડ ઉધાર લીધા છે. ઓવૈસીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘15 જૂને ચીનનાં સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. તેમની સાથે અન્યાયી અને નિર્દઇ વર્તન કરવામાં આવ્યુ હતુ.  ચાર દિવસ પછી, 19 જૂને વડા પ્રધાને ચીન પાસેથી 5,521 કરોડ ઉધાર લીધા હતા અને તેને યોગ્ય જવાબઆપ્યો હતો. આ આપણા સૈનિકોનાં બલિદાનનું અપમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.