#DELHIPOLICE/ જેલમાં કાનૂનના પુસ્તક વાંચે છે આફતાબ

લિવ ઈન પાર્ટનરની હત્યા કરી 35 ટુકડા કરી નાંખ્યા હતા

Top Stories Others
Beginners guide to 20 1 જેલમાં કાનૂનના પુસ્તક વાંચે છે આફતાબ

 

Delfi News : સાકેત કોર્ટમાંથી પોલીસ કર્મચારીઓ આરોપી આફતાભને લઈને નીકલે છે. આફતાબ પર પોતાની લિવ ઈન પાર્ટનર શ્રધ્ધા વાલકરની હત્યા અને ડેડબોડીના 35 ટુકડા કરીવાનો આરોપ છે. આફતાબના હાતમાં કોઈ પુસ્તક હતું. પોલીસનું કહેવું છે આફતાબ કાનૂનના પુસ્તકો વાચી રહ્યો છે.

12 નવેમ્બર 2022ના રોજ દિલ્હી પોલીસે છત્તરપુરથી આફતાબની ધરપકડ કરી હતી. બે વર્ષ થઈ ગયા છે અને હજી આ કેસ ચાલે છે. શ્રધ્ધાના પિતા વિકાસ વાલકર તારીખ મુજબ મુંબઈથી દિલ્હી આવે છે અને નિરાશ થઈને પરત જાય છે.

વિકાસ વાલકરનું કહેવું છે કે દિકરીના આત્માની શાંતિ માતે તેમને તેના અંતિમ સંસ્કાર કરવા છે. શ્રધાના અસ્થિ કેસ પ્રોપર્ટી છે. જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તે વિસર્જીત નહી કરીશકું. કોર્ટતો બરાબર સુનાવણી કરી રહી છે પરંતુ આફતાબના વકીલ સુનાવણીમાં નથી આવતા.

આફતાબે પુચપરછમાં કબૂલ કર્યું હતું કેતેણ 18 મે 2022 ના રોજ શ્રધાની ગળુ દબાવીને હત્યા કરી હતી. બાદમાં લાશના 35 ટુકડા કર્યા હતા. તેને રાખવા 300 લિટરનું નવુ ફ્રીઝ ખરીદ્યું હતું. લાશનો ચહેરો સળગાવી દીધો હતો જેથી કોઈ ઓળખી ન શકે. લાશના ટુકડા કરતી વખતે તે બિયર પીતો હતો અને ઝોમેટોથી ખાવાનું મંગાવતો હતો. 18 દિવસ સુધી રોજ રાત્રે 12 વાગ્યે નીકળતો અને લાશના ટુકડા છત્રપુરના જંગલમાં ફેંકીને આવતો હતો. શ્રધ્ધાના ગુમ થવાની ફરિયાદ થતા હત્યાનો ખુલાસો થયો હતો.

શ્રધાના પિતા વિકાસ વાલકરે મુંબઈના માણિકપુર પોલીસ સ્ટેશનમાં શ્રધાનાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આફતાબનો વકીલ કોર્ટમાં સુનાવણી વખતે હાજર રહેતો નથી. આથી પોતે જજ મેડમ સાથે આફતાબના વકીલના આ વલણ સંદર્ભે ફરિયાદ પણ કરી હતી. વધુમાં વિકાસનું કહેવું છે કે કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેના અસ્તિ પણ વિસર્જીત કરી શકતો નથી. પંડિત પણ અસ્થિ વગર અંતિમ સંસ્કાર ન થઈ શકે એમ જણાવે છે.

વાલકરનું કહેવું છે તેમની દિકરીની ખુબ ક્રુતાથી હત્યા કરવામાં આવી હતી. તેની શાંતિ જરૂરી છે અંતિમ સંસ્કાર ત્યારે જ થશે જ્યારે આરોપીને ફાંસીની સજા થશે. વાલકરે વધુમાં કહ્યું કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં છે. જજ પણ સારી રીતે સુનાવણી કરે છે પણ આફતાબનો વકીલ હાજર રહેતો ન હોવાથી નિર્ણય અટકી ગયો છે. નિર્ણય આવી ગયા બાદ પોતે એક ટ્રસ્ટ બનાવશે અને  શ્રધ્ધા જેવી ચોકરીઓની મદદ કરીશ જે કોઈ આરોપીની જાળમાં ફસાઈ હશે અથવા તેની સાથે ક્રુરતા કરવામાં આવી હશે. મારી કોશિષ એ હશે કે શ્રધ્ધા જેવું બીજી કોઈ યુવતી સાથે ન થાય.

શ્રધાનો કેસ એડવોકેટ સીમા કુશવાહા લડી રહી છે. તે નિર્ભયા કેસમાં પણ પિડીતાની વકીલ હતી. સીમાનું રહેવું છે કે આફતાબના વકીલ જરૂરી કામથી સુનાવણી વખતે હાજર રહી શકતા નથી. જેને લીધે નિર્ણયમાં મોડુ થઈ રહ્યું છે. કુશવાહાનું કહેવું છે કે મોટાભાગના સાક્ષીઓ મહારાષ્ટ્રના છે. તે ખુબ અગત્યના સાક્ષી છે.જ્યારે બોલાવે ત્યારે દિલ્હી આવે ચે. આફતાબના વકીલની ગેરહાજરી દર્શાવે છે કે કેસના નિર્ણયને ટાળવાની કોશિષ થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આફતાબને ફાંસીની સજા થાય. આ કેસ રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં આવે છે. શ્રધ્ધાની ફક્ત હત્યા કરવામાં આવી ન હતી પણ તેની સાથે ક્રુરતા કરવામાં આરોપીએ તમામ સીમાઓ ઓળંગી દીધી હતી. લાશના 35 ટુકડા કર્યા અને એક એક કરીને ફેંકી દીધા હતા.

સીમાનું કહેવું છે કે કેસનો નિર્ણય આવતા હજી 3 થી 4 મહિના લાગશે. કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં છે પણ સાક્ષીઓ ઘણા છે. બન્ને તરફના વકીલ તેમને સવાલ જવાબ કરશે. આથી થોડો વધુ સમય લાગશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું