રાજકોટ,
રાજકોટના પંચાયત ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે, બે લોકો 5થી 10 ફૂટ હવામાં ફેંકાઈ ગયા હતા, જયારે આ એકસીડન્ટમાં ચાર્મી નામની વિદ્યાર્થીનીનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની તેની બે બહેનપણી સાથે કોલેજ જતી હતી, તે દરમિયાન એક સફેદ કલરની કાર ફૂલ સ્પીડમાં પાછળથી આવે છે અને બે લોકોને અડફેટે લઈલે છે, આ સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ હતી.
હાલ આ મામલે કૃપાલી રંગપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.