Not Set/ ચોકીદાર સાહેબ કોગ્રેસમા ચૂંટાયેલા બધા બની રહ્યા છે મંત્રી, ભાજપમાં ચૂંટાયેલા શું કામ રહી ગયા સંત્રી?: ધાનાણીએ કર્યું ટ્વિટ

અમદાવાદ, લોકસભા ચૂંટણી  નજીક આવી રહી છે. ત્યારે  રાજનીતીમાં પક્ષપલટાની  ગતી પણ તેજ  બની  રહી છે. એક પછી એક ધારાસભ્યો  પક્ષપલટો કરી રહ્યા છે. આજે  પણ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પક્ષપલટો કરતા સમગ્ર ગુજરાતના રાજનીતિમાં ખળભળટ મચી જવા પામી છે. ત્યારે આ મામલે પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને ભાજપના નેતાઓ પર શાબ્દિક પ્રહારો  કર્યા હતા.  તેમને  ટ્વિટના […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 214 ચોકીદાર સાહેબ કોગ્રેસમા ચૂંટાયેલા બધા બની રહ્યા છે મંત્રી, ભાજપમાં ચૂંટાયેલા શું કામ રહી ગયા સંત્રી?: ધાનાણીએ કર્યું ટ્વિટ

અમદાવાદ,

લોકસભા ચૂંટણી  નજીક આવી રહી છે. ત્યારે  રાજનીતીમાં પક્ષપલટાની  ગતી પણ તેજ  બની  રહી છે. એક પછી એક ધારાસભ્યો  પક્ષપલટો કરી રહ્યા છે. આજે  પણ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પક્ષપલટો કરતા સમગ્ર ગુજરાતના રાજનીતિમાં ખળભળટ મચી જવા પામી છે.

ત્યારે આ મામલે પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને ભાજપના નેતાઓ પર શાબ્દિક પ્રહારો  કર્યા હતા.  તેમને  ટ્વિટના માધ્યમથી  જણાવ્યું કે ચોકીદાર સાહેબ કોગ્રેસમા ચૂંટાયેલા બધા મંત્રી બની રહ્યા છે. ત્યારે ભાજપમાંથી સાત સાત ટર્મ ચૂંટાયેલા મંત્રી બનતા નથી અને કોંગ્રેસના  ધારાસભ્યો  મંત્રી બની રહ્યા છે.

ગઈકાલે પણ પરેશ ધાનાણીએ બે ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓનું લિસ્ટ મૂક્યું હતું.

તેમાં જસા બારડથી લઈને રામસિંહ પરમાર, પ્રભુ વસાવા, શંકરસિંહ વાઘેલા, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા કુંવરજી બાવળિયા વગેરે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાના નામો લખ્યા હતા.