Blast/ રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

રાજકોટના લોધિકાના મેટોડા GIDCના ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 5 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. અચાનક બ્લાસ્ટ થતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી

Top Stories Gujarat
8 21 રાજકોટના મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત
  • રાજકોટના મેટોડા GIDCમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ
  • પર્વ મેટલ નામની પેઢીમાં થયો બ્લાસ્ટ
  • કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના
  • સમગ્ર ઘટનામાં 5 લોકોને થઇ સામાન્ય ઇજા
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા

રાજકોટના લોધિકાના મેટોડા GIDCના ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 5 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. અચાનક બ્લાસ્ટ થતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. 5 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોઇલર ફાટવાથી બ્લાસ્ટ થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અનેક કામદારો હજુપણ ઇજાગ્રસ્ત હાેઇ શકે છે. હાલ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધુ છે.