Not Set/ વડોદરા/ બાઇક ચાલકે ટ્રાફિકનાં નિયમનો કર્યો ભંગ, પોલીસકર્મીની કરી આવી હાલત

ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટનો અમલ આ મહિનાથી શરૂ થઇ ગયો છે. તેની સાથે ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા પર પોલીસે દંડ ફટકારવાનું પણ શરૂ કરી દીધુ છે. પોલીસ ખાસ કરીને હેલ્મેટ ન પહેરેલા લોકોને પકડી રહી છે. વડોદરામાં પણ એક પોલીસકર્મીએ હેલ્મેટ ન પહેરનારને ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અહી કઇક એવુ બન્યુ કે જેણે […]

Top Stories Gujarat Vadodara
traffic violation 1 વડોદરા/ બાઇક ચાલકે ટ્રાફિકનાં નિયમનો કર્યો ભંગ, પોલીસકર્મીની કરી આવી હાલત

ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટનો અમલ આ મહિનાથી શરૂ થઇ ગયો છે. તેની સાથે ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા પર પોલીસે દંડ ફટકારવાનું પણ શરૂ કરી દીધુ છે. પોલીસ ખાસ કરીને હેલ્મેટ ન પહેરેલા લોકોને પકડી રહી છે. વડોદરામાં પણ એક પોલીસકર્મીએ હેલ્મેટ ન પહેરનારને ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અહી કઇક એવુ બન્યુ કે જેણે એક વિવાદને જન્મ આપી દીધો છે.

વડોદરામાં હેલ્મેટ ન પહેરેલા એક બાઇકચાલકને પોલીસે ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બાઇક ચાલકે દંડનાં ડરથી ભાગવાનું જરૂરી સમજ્યુ. હેલ્મેટ વિના ભાગતાં બાઇકચાલકે એક અકસ્માત સર્જ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકચાલકને રોકતાં બાઇકચાલક બાઇક હંકારી નાસી છુટ્યો હતો. બાઇક સાથે ટ્રાફિક કોન્સ્ટેબલ 25 ફૂટ સુધી ઢસડાયો હતો. ટ્રાફિક કોન્સ્ટેબલને ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. પોલીસે બાઇકચાલક યુવાનની અટકાત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં આ નિયમ લાગુ થયા બાદ હવે ભારે દંડથી બચવા માટે લોકોએ ટ્રફિકનાં નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધુ છે. બીજી તરફ ઘણા એવા પણ છે કે જે ટ્રાફિકનાં નિયમનો ભંગ આજે પણ કરે છે. પોલીસ ખાસ કરીને હેલ્મેટ ન પહેરનારને રોકી રહી છે બાદમાં તેની પાસે નિયમોનુસાર ડોક્યુમેન્ટ છે કે નહી તે ચેક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.