Not Set/ છત્તીસગઢમાં ITBP નાં જવાનો વચ્ચે થઇ ફાયરિંગ, 6 નાં મોત, 2 ઘાયલ

છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ દળ (આઈટીબીપી) નાં જવાને પોતાના પર ફાયરિંગ કરતા પહેલા તેના છ સાથીઓને નિશાનો બનાવ્યા હોવાના સમાચાર સુત્રો દ્વારા સામે આવી રહ્યા છે. આ જીવલેણ ગોળીબારમાં 6 સૈનિકોનાં મોત થયાનાં સમાચાર છે. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે. દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીઓએ કહ્યું છે […]

Top Stories India
Chhattishgarh છત્તીસગઢમાં ITBP નાં જવાનો વચ્ચે થઇ ફાયરિંગ, 6 નાં મોત, 2 ઘાયલ

છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ દળ (આઈટીબીપી) નાં જવાને પોતાના પર ફાયરિંગ કરતા પહેલા તેના છ સાથીઓને નિશાનો બનાવ્યા હોવાના સમાચાર સુત્રો દ્વારા સામે આવી રહ્યા છે. આ જીવલેણ ગોળીબારમાં 6 સૈનિકોનાં મોત થયાનાં સમાચાર છે. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે.

દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે હુમલાખોર જવાને આત્મહત્યા કરી હતી કે જવાબી કાર્યવાહીમાં તેની મોત થઇ છે. બસ્તર ક્ષેત્રનાં પોલીસ મહાનિરીક્ષક, સુંદરરાજ પી.એ જણાવ્યું છે કે, ઘૌડાઇ પોલીસ સ્ટેશનનાં વિસ્તાર હેઠળ કડ઼ેનાર ગામમાં સ્થિત ITBP ની 45 મી બટાલિયનનાં શિબિરમાં જવાન મુસ્દુલ રહમાને એકાએક ગોળીબારી શરૂ કરી દીધી. આ ઘટનામાં આઈટીબીપીનાં ચાર જવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.

પોલીસ મહાનિર્દેશક સુંદરરાજે જણાવ્યું હતું કે આ ઘટનામાં રહેમાનનું પણ મોત નીપજ્યું હતું અને બાદમાં એક ઘાયલ જવાનનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં હિમાચલનાં રહેવાસી હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ, પંજાબનાં ચીફ કોન્સ્ટેબલ દલજીત સિંહ, પશ્ચિમ બંગાળનાં કોન્સ્ટેબલ સુરજિત સરકાર અને કોન્સ્ટેબલ બિશ્વરૂપ મહતો અને કેરળનાં રહેવાસી કોન્સ્ટેબલ બીજીશનું મોત નીપજ્યું હતું જ્યારે કેરળનાં રહેવાસી એસ.બી.ઉલ્લાસ અને રાજસ્થાન નિવાસી સીતારામ દૂન ઈજાગ્રસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.