Not Set/ બિન સચિવાલયની પરીક્ષા/ ઉમેદવારોએ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી, તો ઉમેદવારોઅટકાયત

સરકારી પરીક્ષા અને ગેરરીતિ એકબીજાના પર્યાય બની ગયા છે, ચોરી કરનારાઓને લીલા લહેર, પણ મહેનત કરનારાઓ વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ છે. કેટલાય રાતની ઉંઘને નેવે મુકીને કરેલી મહેનત, જ્યારે પાણીમાં જાય ત્યારે ઉમેદવારોને રસ્તા પર ઉતરવાનો વારો આવે છે. બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ગાંધીનગરમાં ઉમેદવારોનો બહોળો આક્રોશ જોવા મળ્યો હતો. આ વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ […]

Top Stories Gujarat
ગાંધીનગર બિન સચિવાલયની પરીક્ષા/ ઉમેદવારોએ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી, તો ઉમેદવારોઅટકાયત

સરકારી પરીક્ષા અને ગેરરીતિ એકબીજાના પર્યાય બની ગયા છે, ચોરી કરનારાઓને લીલા લહેર, પણ મહેનત કરનારાઓ વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ છે. કેટલાય રાતની ઉંઘને નેવે મુકીને કરેલી મહેનત, જ્યારે પાણીમાં જાય ત્યારે ઉમેદવારોને રસ્તા પર ઉતરવાનો વારો આવે છે. બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ગાંધીનગરમાં ઉમેદવારોનો બહોળો આક્રોશ જોવા મળ્યો હતો. આ વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે, આ પરીક્ષા ને કેન્સલ કરો.

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યા બાદથી ઉમેદવારોમાં આક્રોશની આગ ભડકી ઉઠી છે. ઉમેદવારોએ પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્યારે ઉમેદવારોને ન્યાય મળશે કે કેમ તે એક સવાલ છે.

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારો આક્રોશ સાથે ઉતરી આવ્યા. તો ઉમેદવારોનાં આક્રોશને પગલે કર્મયોગી ભવનમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. તો બીજી બાજુ સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલા યુવાનોને પોલીસે ભગાડ્યા હતા.

ખાખી અને લાઠીનાં ડરને કારણે ઉમેદવારો રસ્તા પર દોડવા મજબૂર બન્યા હતા. ઉમેદવારો સાથે જાણે ગુનેગારોનું જેવુ વર્તન કરવામાં આવ્યું હતું. કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી.  મહત્વનું છે કે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવતા હવે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોએ ન્યાયની માંગ સાથે સરકાર સામે હલ્લાબોલ કર્યો છે.

આ પણ વાંચો લોકરક્ષક ભરતી પ્રક્રિયા મુદ્દે નવો વિવાદ, ઉમેદવારો પહોંચ્યા રજુઆત કરવા, પોલીસે કરી અટકાયત

બિન સચિવાયલય પરીક્ષાને મામલે ઉમેદવારો અને પોલીસ આમને સામને આવી ગયા છે.  ત્યારે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ઉમેદવારોને માર મરાયો હોવાનો ઈન્કાર કર્યો હતો.

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતીના મામલે. પ્રવકતા કોંગ્રેસ મનીશ દોષી , પ્રવીણ રામ જન અધિકાર મંચ અને કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતએ પ્રતિક્રિયા આપી હતી.

આ મુદ્દે પાસ અને એસપીજી એ પણ વિદ્યાર્થી પક્ષે ઝંપલાવ્યું છે. આ અંગે સાંજે ગાંધીનગર ખાતે મીટીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.