Russia-Ukraine war/ Appleએ રશિયામાં તમામ ઉત્પાદન-વેચાણ બંધ કર્યા,અન્ય સેવાઓને મર્યાદિત કરી

Appleએ એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે અમે રશિયામાં અમારી સેલ્સ ચેનલની તમામ નિકાસ બંધ કરી દીધી છે

Top Stories World
26 Appleએ રશિયામાં તમામ ઉત્પાદન-વેચાણ બંધ કર્યા,અન્ય સેવાઓને મર્યાદિત કરી

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હજી પૂરું થયું હોય એવું લાગતું નથી. દરરોજ એકબીજા પર મિસાઇલો છોડવામાં આવી રહી છે.  વિશ્વના ઘણા દેશો રશિયા સામે સીધા ઉભા છે.આ દરમિયાન, મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકન ટેક જાયન્ટ એપલે મંગળવારથી રશિયામાં તમામ ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. ઉપરાંત, યુક્રેનમાં સૈન્ય કામગીરીને કારણે દેશમાં Apple Pay અને અન્ય સેવાઓ મર્યાદિત કરવામાં આવી છે.

Appleએ એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે અમે રશિયામાં અમારી સેલ્સ ચેનલની તમામ નિકાસ બંધ કરી દીધી છે, તેમજ Apple Pay અને અન્ય સેવાઓને મર્યાદિત કરી છે. હવે રશિયામાં Apple App Store પરથી કંઈપણ ડાઉનલોડ કરી શકાતું નથી. નિવેદન આપતા જણાવ્યું હતું કે ,અમે રશિયામાં તમામ ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે.

અગાઉ, Meta, Google, TikTok અને YouTube એ યુરોપમાં રશિયન રાજ્ય મીડિયા આઉટલેટ્સ RT અને Sputnik ને બ્લોક કરી દીધા છે. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, કેનેડા અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ યુક્રેનમાં રશિયાના લશ્કરી કાર્યવાહીની નિંદા કરી છે અને મોસ્કો પર પ્રતિબંધો લાદ્યા છે. આ દેશોએ રશિયા સામે લડવા માટે યુક્રેનને સૈન્ય મદદ કરવાનું વચન પણ આપ્યું છે.

યુ.એસ., કેનેડા અને યુરોપિયન સહયોગીઓ ઇન્ટરબેંક મેસેજિંગ સિસ્ટમ, SWIFT માંથી મોટી રશિયન બેંકોને દૂર કરવા સંમત થયા હતા, એટલે કે રશિયન બેંકો રશિયાની સરહદોની બહારની બેંકો સાથે સુરક્ષિત રીતે વાતચીત કરી શકશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે યુએસ અને તેના સહયોગી દેશો સામે વિશેષ આર્થિક પગલાં અંગેના હુકમ પર હસ્તાક્ષર કર્યા છે.

યુએન શરણાર્થી એજન્સીના જણાવ્યા અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી લડાઈએ અત્યાર સુધીમાં 500,000 થી વધુ લોકોને દેશની સરહદો તરફ ધકેલી દીધા છે. 28 ફેબ્રુઆરીના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના કટોકટી સત્રમાં બોલતા, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના સ્થાયી પ્રતિનિધિ, વેસિલી નેબેન્ઝ્યાએ જણાવ્યું હતું કે રશિયાની યુક્રેનને જોડવાની કોઈ યોજના નથી