Not Set/ અલગ અલગ રાજ્યોમાં લોકોના Gmail હેક કરી છેતરપીડી કરતો પારુલ યુનિવર્સીટીનો આ વિધાર્થી

સુરત, ગુજરાત અને બીજા અલગ અલગ રાજ્યોમાં લોકોના જી મેલ હેક કરી છેતરપીડીની કરતા એક ઈસમને સુરત સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી જે એક વિધાર્થી છે. હેકર પારુલ યુનિવર્સીટીમાં એન્જિનિયર ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેને અનેક જી મેલ હેક કરી ચિટિંગ કર્યા છે. બે મહિના પહેલા અઠવા વિસ્તારમાં એક યૂટ્યૂબ પર વોટ્સઅપ સ્ટેસ્ટ્સ […]

Top Stories Gujarat Surat
hack gmail અલગ અલગ રાજ્યોમાં લોકોના Gmail હેક કરી છેતરપીડી કરતો પારુલ યુનિવર્સીટીનો આ વિધાર્થી

સુરત,

ગુજરાત અને બીજા અલગ અલગ રાજ્યોમાં લોકોના જી મેલ હેક કરી છેતરપીડીની કરતા એક ઈસમને સુરત સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી જે એક વિધાર્થી છે. હેકર પારુલ યુનિવર્સીટીમાં એન્જિનિયર ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેને અનેક જી મેલ હેક કરી ચિટિંગ કર્યા છે.

બે મહિના પહેલા અઠવા વિસ્તારમાં એક યૂટ્યૂબ પર વોટ્સઅપ સ્ટેસ્ટ્સ મૂકી રૂપિયા કમાતા એક વ્યક્તિનું યૂટ્યૂબ ચેનલ અને જી મેલ હેક કરવામાં આવ્યું હતું, બાદમાં તેના એકાઉન્ટ મારફતે 1 લાખ 42 હજારની છેતરપિંડી કરી લીધી હતી. જેથી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. બાદમાં આ મામલો સાયબર ક્રાઇમને લગતો હોવાથી આખી તપાસ સુરત સાયબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આરોપીનું નામ છે ભૌદીપગિરી ગૌસ્વામી જેની ઉંમર 20 વર્ષની છે, જે ગુજરાતની નામચીત પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે, પણ તેને એક લત લાગી કે કોઈ ના જી મેલ કે યૂટ્યૂબ હેક કરી રૂપિયા કમાઈએ તેના આધારે અલગ અલગ રાજ્યો ગુજરાત સહિત 15 જેટલા જી મેલ હેક કર્યા છે અને યૂટ્યૂબ ચેનલ પણ હેક કરતો હતો.

આ મામલે ફરિયાદ દાખલ કરતા તે પોલીસની પકડમાં આવી ગયો જે અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. આ વિધાર્થી યૂટ્યૂબ ચેનલ પરથી મોબાઈલ નંબર મેળવી વોટ્સઅપ પર સ્પોન્સરસીપની ઓફર આપી ફરિયાદીનું એકાઉન્ટનું યુઝર નેમ અને પાસર્વર મેળવી ચેનલમાં ફરિયાદીનો બેક એકાઉન્ટ ડીલીટ કરી પોતાનો બેક એકાંઉન્ટ નંબર નાખી રૂપિયા મેળવતો હતો. આમ આ વિધાથી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાં મળી કુલ 15 જેટલા જી મેલ પણ હેક કર્યા ની કબૂલાત કરી છે અને આની પૂછપરછમાં બીજા અનેક ખુલાસા થાય તેવી સંભાવના છે.