Not Set/ સિરીયાની રાજધાનીમાં રોકેટ હુમલો, ૩૫ લોકોના મોત

દામિસ્ક, સિરીયામાં થોડક જ અઠવાડિયામાં પહેલા જ જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 98 લોકોના મોત થયા હતા. સીરિયાની રાજધાની દામિસ્કમાં વિદ્રોહીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલાઓ, બોમ્બ ધડાકાઓ, ગોળીબારમાં ઘણું નુકશાન થયું હતું. દામિસ્કમાં થયેલા હુમલામાં 98 લોકોની મોત થયા હતા, જેમાં 20 જેટલા બાળકો અને 15 જેટલી મહિલાઓ પણ સામેલ છે. બ્રિટેન આધારિત […]

World
432106 84773713 સિરીયાની રાજધાનીમાં રોકેટ હુમલો, ૩૫ લોકોના મોત

દામિસ્ક,

સિરીયામાં થોડક જ અઠવાડિયામાં પહેલા જ જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 98 લોકોના મોત થયા હતા. સીરિયાની રાજધાની દામિસ્કમાં વિદ્રોહીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલાઓ, બોમ્બ ધડાકાઓ, ગોળીબારમાં ઘણું નુકશાન થયું હતું.

દામિસ્કમાં થયેલા હુમલામાં 98 લોકોની મોત થયા હતા, જેમાં 20 જેટલા બાળકો અને 15 જેટલી મહિલાઓ પણ સામેલ છે. બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ પૂર્વ ઘોટા વિસ્તારની અત્યાર સુંધીની સૌથી ખતરનાક ઘાતક દિવસ હતો. ત્યારે ફરી એકવાર સિરીયાની રાજધાની દામિસ્કમાં ખુબ જ ભયાનક હુમલો કરવામાં આવ્યો છે.

 

સિરીયાની રાજધાની દામિસ્કના એક અત્યંત વ્યસ્ત બજારમાં થયેલ મોર્ટાર હુમલામાં ૩૫ લોકોના મોત થયા છે. આ હુમલો પૂર્વ દામિસ્કના કાશકૌલ બજારમાં કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સિરીયાની સેના અને તેમના સહયોગીઓ દ્વારા છેલ્લા ૧ મહિનાથી ભારે બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે.

જ્યારે વિદ્રોહીઓના કબજાવાળા કાસ્બેદોમાંના એક નાગરીકે જણાવ્યુ હતું કે, સિરીયા અને રશિયા દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૬થી વધુ નાગરીકોના મોત થયા છે. સેનાનુ કહેવુ છે કે, આ વિસ્તાર વિદ્રોહીઓના કબજામાં છે તેથી વિદ્રોહીઓ સરકારી નિયંત્રણવાળા જિલ્લાઓમાં સામાન્ય નાગરીકોને નિશાન બનાવે છે.

તેમના જણાવ્યા મુજબ આ સમગ્ર વિસ્તારમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ છે અને દોઢ લાખથી વધુ લોકો રાહત શિબિરમાં આશરો લેવા માટે મજબુર બન્યા છે. સિરીયાઈ સુરક્ષાદળોએ પોતાના અભિયાનને વધુ ઉગ્ર બનાવતા વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારના શહેરોનો સંપર્ક કાપી નાંખ્યો છે. છેલ્લા ૧ મહિનામાં અહીં ૧ હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.