નિધન/ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું અવસાન,પુત્રી ઇવાન્કાએ લખી ભાવુક પોસ્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની અને તેમના ત્રણ બાળકોની માતા ઇવાન્કા ટ્રમ્પનું 73 વર્ષની વયે અવસાન થયું છે. એક મીડિયાએ આ માહિતી આપી છે

Top Stories World
1 154 અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું અવસાન,પુત્રી ઇવાન્કાએ લખી ભાવુક પોસ્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની અને તેમના ત્રણ બાળકોની માતા ઇવાન્કા ટ્રમ્પનું 73 વર્ષની વયે અવસાન થયું છે. એક મીડિયાએ આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ વિશે માહિતી આપતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, “તે એક સુંદર અદ્ભુત મહિલા હતી, જેણે અદ્ભુત અને પ્રેરણાત્મક જીવન જીવ્યું હતું.

ઝેક રિપબ્લિક (હાલના સમયમાં) માં જન્મેલી, ઇવાન્કા 1977 માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાથે લગ્ન કર્યા અને 15 વર્ષ પછી 1992 માં અલગ થઈ ગયા. આ દંપતીને ત્રણ બાળકો છે, ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિક ટ્રમ્પ.

માતાના અવસાન પર પુત્રી ઇવાન્કા ટ્રમ્પે એક ભાવુક પોસ્ટ લખી, ‘માતાના નિધનથી મારું હૃદય દુઃખી છે. માતા તેજસ્વી, મોહક, જુસ્સાદાર અને વિનોદી હતી. તેણે જીવનને સંપૂર્ણ રીતે જીવ્યું – ક્યારેય હસવાની અને નૃત્ય કરવાની તક ગુમાવી નહીં. હું હંમેશા તેમને યાદ કરીશ અને તેમની સ્મૃતિ હંમેશા મારા હૃદયમાં જીવંત રાખીશ.