World/ અફઘાનિસ્તાનમાં નાસભાગ દરમિયાન ગુમ થયેલ બાળક મહિનાઓ બાદ મળી આવ્યું, અત્યારે છે આવા હાલ..

સોહેલ અહમદી નામનો આ બાળક 19 ઓગસ્ટના રોજ માત્ર બે મહિનાની ઉંમરે કાબુલથી ગુમ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હજારો અફઘાન નાગરિકો અમેરિકન સૈનિકોની હકાલપટ્ટી બાદ પોતાનો દેશ છોડીને વિદેશમાં શરણ લેવા માટે બેતાબ હતા.

Top Stories World
સોહેલ અહમદી અફઘાનિસ્તાનમાં નાસભાગ દરમિયાન ગુમ થયેલ બાળક
  • અફઘાનિસ્તાનમાં નાસભાગ દરમિયાન ગુમ થયેલ બાળકના સંબંધીઓએ શોધી કાઢ્યું
  • એરપોર્ટ પર પિતાએ ભીડથી બચાવવા જવાનોને હવાલે કર્યા.
  • બાળક અંદરથી ન મળ્યું, પરિવારને ખાલી હાથે અમેરિકા જવું પડ્યું

સોહેલ અહમદી નામનો આ બાળક 19 ઓગસ્ટના રોજ માત્ર બે મહિનાની ઉંમરે કાબુલથી ગુમ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હજારો અફઘાન નાગરિકો અમેરિકન સૈનિકોની હકાલપટ્ટી બાદ પોતાનો દેશ છોડીને વિદેશમાં શરણ લેવા માટે બેતાબ હતા.

નજીકના સંબંધી બાળકને સાચવી રહ્યા છે.

ચિત્રમાં દેખાતું બાળક કાબુલમાં નાસભાગ દરમિયાન બે મહિનાની ઉંમરે તેના પરિવારથી અલગ થઈ ગયું હતું. આ માસૂમને તેના પિતાએ એરપોર્ટ પર હાજર ભીડથી બચાવવા માટે અમેરિકન સૈનિકોને સોંપી દીધો હતો. સૈનિકોની સાથે બાળકનો પરિવાર પણ અમેરિકા ગયો હતો, પરંતુ આ બાળક તેમનાથી અલગ થઈને અફઘાનિસ્તાનમાં જ રહી ગયો હતો. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી અરાજકતા, હિંસા અને લૂંટફાટ વચ્ચે ફસાયેલ આ બાળક આખરે તેના સંબંધીઓ પાસે પાછો ફર્યો છે. તસવીરમાં રડતો વ્યક્તિ બાળકનો નજીકનો સંબંધી હોવાનું કહેવાય છે.

બાળક કાબુલથી ગુમ થયું હતું
રોઇટર્સના અહેવાલ મુજબ, સોહેલ અહમદી નામનો આ બાળક 19 ઓગસ્ટના રોજ માત્ર બે મહિનાની ઉંમરે કાબુલથી ગુમ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હજારો અફઘાન નાગરિકો અમેરિકન સૈનિકોની હકાલપટ્ટી બાદ પોતાનો દેશ છોડીને વિદેશમાં શરણ લેવા માટે બેતાબ હતા. કાબુલ એરપોર્ટની આસપાસની સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે અમેરિકન સૈનિકોએ ભીડને કાબૂમાં લેવા માટે હવામાં ગોળીબાર કરવો પડ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.

ટેક્સી ડ્રાઈવરે બાળકની સંભાળ લીધી
આ બાળક 29 વર્ષના ટેક્સી ડ્રાઈવરને કાબુલ એરપોર્ટ પરથી મળી આવ્યું હતું. ટેક્સી ડ્રાઈવર આ બાળકને તેના ઘરે લઈ ગયો અને તેની સંપૂર્ણ સંભાળ લીધી. લગભગ બે મહિના બાદ આખરે તાલિબાન પોલીસે બાળકને તેના પરિવારને સોંપી દીધો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આ બાળકના માત્ર સંબંધીઓ જ બાકી છે. બાળકને પાછું મળતા તેઓ ખૂબ જ ખુશ છે.

બાળકના માતા-પિતા અમેરિકામાં છે
તેમણે કહ્યું કે આ બાળકના માતા-પિતા અને ભાઈ-બહેન હાલ અમેરિકામાં છે. તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કર્યા પછી માનવતાના ધોરણે તેમને યુએસ લઈ જવામાં આવ્યા છે. પરિવારે એમ પણ કહ્યું કે તેઓ બાળકને તેના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે ફરીથી મેળવવાના પ્રયાસ કરશે. બાળકના પિતા મિર્ઝા અલી અહમદી કાબુલમાં યુએસ એમ્બેસીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની સુરૈયાને ડર હતો કે તેમના પુત્રને એરપોર્ટ પાસે હાજર ભીડ કચડી નાખશે.

પિતાએ બાળકને એરપોર્ટ પર સૈનિકને આપ્યું
બાળકના પિતાએ અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે તેણે તેના 2 મહિનાના બાળકને એરપોર્ટ સુરક્ષામાં ગણવેશધારી ગાર્ડને સોંપી દીધો હતો. તેણે કહ્યું કે તે યુનિફોર્મમાં અમેરિકન સૈનિક જેવો દેખાતો હતો. તેમને આશા હતી કે એરપોર્ટ પર પ્રવેશ્યા બાદ આ બાળક તેમને પરત મળી જશે અને તેઓ સરળતાથી અમેરિકાની ફ્લાઈટ પકડી શકશે. પરંતુ તે જ સમયે બહાર તૈનાત તાલિબાની લડવૈયાઓએ ભીડને પાછળ ધકેલી દીધી અને તેને, તેની પત્ની અને ચાર બાળકોને અંદર પ્રવેશવામાં અડધા કલાકથી વધુ સમય લાગ્યો. પરંતુ, ત્યાં સુધી આ બે માસનું બાળક ક્યાંય મળ્યું ન હતું.

એરપોર્ટની અંદર બાળક મળ્યું નથી
અહમદીએ કહ્યું કે તેણે એરપોર્ટની અંદર તેના પુત્રની ઘણી શોધ કરી. જે પછી અમેરિકી અધિકારીઓએ તેમને કહ્યું કે બાળકને અલગથી દેશની બહાર લઈ જઈ શકાય છે અને પછીથી તેમની સાથે ફરી મળી શકે છે. જે બાદ અહમદી તેની પત્ની અને અન્ય બાળકો સાથે ત્યાંથી અમેરિકા જવા રવાના થયો હતો. મહિનાઓ સુધી તેઓ જાણતા ન હતા કે તેમનો પુત્ર ક્યાં છે.