Rajkot/ રાજકોટ એઈમ્સનું ગુરુવારે વડાપ્રધાન મોદી કરશે ઇ-ખાત મુહર્ત, PMOની ગ્રીન સિગ્નલ

ગુજરાત રાજ્યની પ્રથમ એઇમ્સ રાજકોટને કેન્દ્ર સરકારે ફાળવી છે જેનું ઇ-ખાતમુહુર્ત 31 ડીસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખંઢેરી સાઈટ ખાતે સવારે 10 વાગ્યે યોજવામાં આવશે. ગઇકાલે મોડી

Top Stories Gujarat
a

રાજકોટના જામનગર રોડ પર રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ શરુ કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર તંંત્રએ ખંઢેરી ઉપરાંત પરા પીપળીયાના બે સર્વે નંબરોમાં 200 એકર સરકારી જમીન ફાળવી દીધા બાદ એઇમ્સ ઓથોરીટી દ્વારા હાલમાં કમ્પાઉન્ડ હોલ અને જમીન સમથળનું કામ મોટાભાગે પુરું કરી લેવામાં આવ્યું છે. એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિમંત્રીત કરવા માટે એઇમ્સ ઓથોરીટીએ ચાર દિવસ પૂર્વ પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. આ માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં થી સત્તાવાર રીતે હા કહેવામાં આવતા અટકળોનો અંત આવ્યો છે તેમ જ કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે. આ માટે પૂર્વનિર્ધારિત તૈયારીઓ પ્રમાણે કાર્યક્રમ યોજવા માટે જે તે વિભાગના અધિકારીઓને સજ્જ કરી દેવાયા છે.

action / ગ્રાહકો સામે કરોડોની છેતરપિંડી કરનાર રૂફ્ટોપ કંપની સામે કડક …

ગુજરાત રાજ્યની પ્રથમ એઇમ્સ રાજકોટને કેન્દ્ર સરકારે ફાળવી છે જેનું ઇ-ખાતમુહુર્ત 31 ડીસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખંઢેરી સાઈટ ખાતે સવારે 10 વાગ્યે યોજવામાં આવશે. ગઇકાલે મોડી સાંજે પીએમઓમાંથી વડાપ્રધાનના કાર્યક્રમની સતાવાર જાણ એઇમ્સ ઓથોરીટીને કરી દેવામાં આવી છે. આ પૂર્વે ગઇકાલે વડાપ્રધાનના ઇ-ભૂમિપૂજનના કાર્યક્રમને લઇ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તમામ ખાતાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાર્યક્રમને લઇ તૈયારીઓની એક સ સમીક્ષા બેઠક યોજી હતી અને વિવિધ કામગીરી કરવા સમિતિઓની રચના કરી જવાબદારી સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Jammu and Kashmir AIIMS: 244-acre of encumbrance-free land given to Health  Department

Covid-19 / જાણી લો કોરોનાનો નવો સ્ટ્રેન દેશમાં ક્યાં પહોંચ્યો ? અને શું…

આ અંગે અધિકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ચાર દિવસથી વડાપ્રધાનના સતાવાર કાર્યક્રમની રાહ જોવાઈ હતી. આ પૂર્વેગઇકાલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તમામ ખાતાના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી ખંઢેરી સાઈટ ખાતે 200 આમ્ંત્રિતોને નિમંત્રણ આપી એઇમ્સનું ઇ-ભૂમિપૂજન કરવાના કાર્યક્રમની ચર્ચાઓ કરી હતી. તેમજ તમામ કાર્યક્રમ યોજવા માટે કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

AIIMS opens psychiatric clinic for cyber addicts | Delhi News - Times of  India

 

Covid-19 / યુપીમાં પણ મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન, મેરઠનાં બે વર્ષના બાળ…

અધિકૃત સૂચના પ્રમાણે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે રાજકોટ એઈમ્સના ખાત મુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. એઇમ્સ સાઈટ ખાતે સ્ટેજ ઉભું કરવું, મંડપ, એલઇડી સ્ક્રીન સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવનાર છે.એઇમ્સ સાઈટ ખાતે ગુરુવારે યોજાનારા સવારના 10 વાગ્યાના કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ગઇકાલે ફરી એક વખત જિલ્લા કલેક્ટર એઇમ્સ સાઈટની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજકોટના ડીરેક્ટર શ્રમદીપીસિંહ સિંહા સહિતના ટોચના અધિકારીઓ જોડાયા હતા અને કાર્યક્રમને લઇને જરુરી સૂચનો કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…